અમેરિકા ભારતને ૨૧ હજાર કરોડમાં ૩૦ ડ્રોન આપશે

2

વોશિંગ્ટન , તા.૧૬
પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારત અમેરિકા પાસેથી મોટી સંખ્યામાં ડ્રોનની ખરીદી કરવા જઇ રહ્યું છે. આ માટે સોમવારે ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા અમેરિકાના પ્રતિનિધિ સાથે ડીલ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે ડ્રોનની ખરીદી કરવામાં આવશે તે હિથયારોથી સજ્જ એડવાન્સ સિસ્ટમ વાળા હશે. સાથે જ દુર સુધી હુમલા કરવામાં પણ મદદરૂપ થશે. અમેરિકા આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ હુમલા માટે કરતુ આવ્યું છે હવે તેનો ઉપયોગ ભારત પણ કરી શકશે. ખાસ કરીને આતંકવાદીઓ જંગલોમાં છુપાયા હોય તો તેમને ટાર્ગેટ કરવામાં આવા ડ્રોન મદદરૂપ માનવામાં આવે છે. આવા આધુનિક આશરે ૩૦ જેટલા ડ્રોનની ખરીદી અમેરિકા પાસેથી કરવામાં આવશે જેનો ખર્ચ આશરે ૨૧ હજાર કરોડ માનવામાં આવે છે. આ ડ્રોનને પ્રિડેટર ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે.રશિયાએ ભારતને પોતાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ આપવાનું શરૂ કરી દીધુ છે. જેનો અમેરિકા ઘણા સમયથી વિરોધ કરતુ આવ્યું છે. જોકે આ વિરોધ વચ્ચે પણ આ સિસ્ટમને ભારતે ખરીદી લીધી છે અને તેની ડિલિવરી પણ શરૂ થઇ ગઇ છે. એવામાં હવે અમેરિકા નરમ પડયું છે અને ભારત પર પ્રતિબંધોની અટકળો વચ્ચે તે સંરક્ષણ ડીલ કરવા તૈયાર થઇ ગયું છે. ભારત અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રોમાં વિસ્તાર સિૃથતિ અનુરૂપ હાલના વર્ષોમાં યુએસ-ભારત સંરક્ષણ ભાગીદારીનો વિસ્તાર થયો છે.