ભાવનગર શહેર-જિલ્લામાં ત્રણ દિવસ માવઠાની આગાહી સાથે વાતાવરણમાં પલ્ટો

126

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટન્સને પગલે આગામી પાંચ દિવસ રાજ્યના સાગર તટીય વિસ્તારોમાં ભર શીયાળે કમૌસમી વરસાદ પડવાની શક્યતા રાજ્યના હવામાન વિભાગે દર્શાવી છે. આ આગાહીમાં ભાવનગરમાં પણ ત્રણ દિવસ હળવા વરસાદી ઝાંપટા પડવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. સમગ્ર રાજ્યમાં ઉત્તર-પૂર્વોત્તરના હિમ પવનોએ શિયાળો શરૂ કર્યો છે. ત્યારે પશ્ચિમી દિશાના ભેજવાળા પવનોને પગલે અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટન્સ સરજ્યુ છે. આથી રાજ્યના દરીયા કાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી કમૌસમી માવઠાની શક્યતા પ્રબળ બની છે.
રાજ્યના હવામાન વિભાગે આ અંગે જણાવ્યું કે, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ત્રણ દિવસ છુટો છવાયો વરસાદ પડી શકે છે. આ આગાહી સાથે જ ભાવનગર શહેર-જિલ્લાના વાતાવરણમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે અને આભમાં વાદળો છવાયા છે. જેને પગલે ઠંડીની તિવ્રતામા ઘટાડો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં જો માવઠું થશે તો જિલ્લામાં આવેલા વાડી-ખેતરો સ્થિત તૈયાર ખરીફ ફસલોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે માવઠું ન થાય એવી મનોમન પ્રાર્થનાઓ ધરતીપુત્રો ઈશ્વરને કરી રહ્યાં છે.

Previous articleઅમેરિકા ભારતને ૨૧ હજાર કરોડમાં ૩૦ ડ્રોન આપશે
Next articleભાવનગરથી પાલીતાણા રોજ અપડાઉન કરતા મુસાફરો ટ્રેન શરૂ કરવા આંદોલનના માર્ગે, મુસાફરોએ પોસ્ટરો લઈ માંગ કરી