ભાવનગરથી પાલીતાણા રોજ અપડાઉન કરતા મુસાફરો ટ્રેન શરૂ કરવા આંદોલનના માર્ગે, મુસાફરોએ પોસ્ટરો લઈ માંગ કરી

120

પાલીતાણાથી જે એક ટ્રેન આવે તે સાંજે પાછી જતી નથી પાલીતાણા ટર્મિનલ ખાતે મુસાફરોએ પોસ્ટરો સાથે માંગ કરી
પાલીતાણા ટર્મિનલ ખાતે આજે મુસાફરોએ પોસ્ટર દ્વારા વહેલી તકે ભાવનગર-પાલીતાણાની ટ્રેનોની બધી ટ્રિપ જલ્દી શરૂ થાય તેવી માંગ કરી હતી. જેમાં ભાવનગર-પાલીતાણા દરરોજ એક જ ટ્રેન આવે અને જાય છે જેને કારણે મુસાફરોને તકલીફો ઉઠાવી પડી રહી છે, જેમાં જો સવારે પાલીતાણાથી જે એક ટ્રેન આવે તે સાંજે પાછી જતી નથી જેને કારણે જે મુસાફરો પાલીતાણાથી સવારે ભાવનગર આવ્યા હોય તેને સાંજે ઘરે જવામાં તકલીફો પડી રહી છે. તેવી જ રીતે જે લોકો પાલીતાણા નોકરી, ધંધા અર્થે ગયા હોય તેવા મુસાફરોને સાંજે ભાવનગર આવવામાં તકલીફો પડી રહી છે. આજરોજ પાલીતાણા ટર્મિનલ ખાતે મુસાફરોએ પોસ્ટરો દ્વારા પોતાની વેદના રજૂ કરી હતી. પાલીતાણા-ભાવનગર અગાઉ ચાર ટ્રેનની સામે અત્યારે માત્ર એક જ ટ્રેન સેવા ઉપલબ્ધ છે. ત્યારે આ મુસાફરોને તકલીફો પડી રહી છે. કોરોનાકાળ બાદ પરિવહન માટે માત્ર એક જ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. જેના કારણે અપડાઉન કરતા મુસાફરોને ખૂબ હાલાકી પડી રહી છે. પાલીતાણા યાત્રાધામ હોય વર્ષે લાખો કરતાં વધુ લોકો પાલિતાણાની મુલાકાતે આવે છે, જે તમામ યાત્રીઓને પણ આવવા-જવામાં તકલીફો પડે છે. પાલીતાણાના અપડાઉન કરતા તમામ મુસાફરો એ હાથમાં પોસ્ટર સાથે રેગ્યુલર સેવા શરૂ કરવા માંગ ઉચ્ચારી હતી. આ અંગે જયંતભાઈ શેઠે જણાવ્યું હતું કે, ભાવનગર-પાલીતાણાની એક જ ટ્રેન છે, જેના કારણે અગવડતા થાય છે. અમે અમારે વ્યવહારિક કામ, ધંધાકીય કામ આવવા જવાનો થાય તો વધુ ટ્રેનો આવવા-જવવા ફાળવવામાં આવે તેવી માંગ છે. પાલીતાણામાં કોલેજ ન હોવાથી વિધાર્થીઓ અપડાઉન કરતા હોય છે. જે વિધાર્થીઓને પણ અગવડતા પડે છે. સિનિયર સિટીઝનોને તકલીફો ન પડે એ માટે ડીઆરાએમ ને રજૂઆત કરીએ છીએ. આ બાબતે ભાવનગર રેલવે ડીવીઝનના ડીઆરાએમએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ટ્રેનો બંધ કરવામાં આવી હતી. અમે અમારા મુખ્ય ઓફિસમાં જાણ કરી દીધી છે અને ધીમે ધીમે રેલવે તંત્ર દ્વારા જે ટ્રેનોની ટ્રીપ બાકી છે તે પણ ચાલુ કરી રહ્યા છીએ.

Previous articleભાવનગર શહેર-જિલ્લામાં ત્રણ દિવસ માવઠાની આગાહી સાથે વાતાવરણમાં પલ્ટો
Next articleસિગ્નલો તોડનારા હવે સરળતાથી ઝડપાશે