નેત્રોત્સવ વિધિ : ભગવાનની આંખે પાટા બંધાયા

17

દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં આગામી ૧લી જુલાઇને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો પર પસાર થનારી છે તે પહેલાની ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. તે મુજબ ભગવાન મામાના ઘરેથી પરત ફરે છે ત્યારે જેઠ વદ અમાસના દિવસે ભગવાનને શરદી અને આંખો આવેલી હોવાથી તેમના નેત્રો પર પાટા બાંધવામાં આવે છે જે અષાઢ સુદ બીજના દિવસે સવારે મંગળા આરતી સમયે ખોલવામાં આવે છે અને ત્યાર પછી ભગવાન નગરચર્ચા માટે રથ પર બીરાજમાન થઇને નીકળે છે. આ પરંપરા મુજબ આજે સવારે જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિ થઇ હતી.

Previous articleBSF, SRP નુ ભાવનગરમાં આગમન
Next articleભોઈ સમાજના લોકો ખેંચશે ભગવાનનો રથ