ટ્રાફિક નિયમનો સરેઆમ ભંગ, પોલીસના વાહનો ટોઇંગ ન કરાતા હોબાળો મચ્યો

355

નવા મોટર વ્હીકલ કાયદા અંતર્ગત રાજ્યની પ્રજાને મસમોટા મેમા આપવામાં આવી રહ્યા છે. જો કોઇ વ્યક્તિ નિયમનો ભંગ કરે તો તેને બક્ષવામાં આવતો નથી સાથે જ તેને દંડ ભરવો પડે છે. આથી ઘણા લોકોમાં ટ્રાફિક નિયમોને લઇ જાગૃતતા પણ આવી છે. તો ત્યાં જ કેટલાક લોકો આ નિયમનો વિરોધ પણ કરી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા જ ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન કરાવતી ટ્રાફિક પોલીસની જ ગેરરીતિ સામે આવી છે. નો પાર્કિંગમા પોલીસની ત્રણ બાઈક ઉભી છતાં ટોઇંગ વાનના ચાલકોએ વાન ટોઇંગ ના કર્યું અને બીજા વાન ટોઇંગ ના કરતા નજીક ઉભા રહેલા વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે પોલીસની ગાડીઓને પણ ટોઇંગ કરવામાં આવે પરંતુ ટોઇંગ વાનનાં ચાલકે સામાન્ય લોકો સાથે ભેદભાવભર્યું વર્તન કર્યું હતું.

આમ ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય માણસ અને પોલીસ વચ્ચે ભેદભાવભર્યું વર્તન સામે આવ્યું છે જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Previous articleકુર્તિ ખરીદવા આવેલી મહિલાએ કર્મચારીના ફોનની ચોરી કરી ગઈ
Next articleબે દલિત બાળકોની હત્યાના વિરૂધ્ધમાં ૧૦૫ લોકોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો