ખેતરમાંથી ૪૦૦ કિલોનો મહાકાય મગર અને ૯.૫ ફૂટના અજગરને રેસ્ક્યૂ કરાયા

407

વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામમાં રહેતા મેહુલભાઇ પટેલના ખેતરમાંથી ગુજરાત પ્રાણી ક્રુર નિવારણ સંસ્થાએ ૪૦૦ કિલો વજનનો ૧૩ ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યૂ કર્યો હતો.

ગુજરાત પ્રાણી ક્રુર નિવારણ સંસ્થાના વડા રાજ ભાવસારે જણાવ્યું હતું કે, સવારે ૭ કલાકે દુમાડ ગામમાંથી મેહુલભાઇ પટેલનો ખેતરમાં મગર હોવાનો ફોન આવ્યો હતો. ફોન આવતા અમારી ટીમના રીનવ કદમ, વન વિભાગના નિતીન પટેલ, લાલુ નિજામા પહોંચી ગયા હતા. અને ગામ લોકોની મદદ લઇ મહાકાય મગરને પકડી પાડવામાં આવ્યો હતો. આ મગરની લંબાઇ ૧૩ ફૂટ છે. અને તેનું વજન ૪૦૦ કિલો છે. આ ગામમાંથી ટૂંકા ગાળામાં ૧૧ મગરો પકડવામાં આવ્યા છે. દુમાડ ગામના ખેતરમાંથી પકડવામાં આવેલા મગરને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત કરજણ પાસેના ખેતરમાંથી ૯.૫ ફૂટ લાંબો અજગર પકડી પાડવામાં આવ્યો છે. કરજણથી ફોન આવતા ટીમના ફહીમ હકીમ અને જંગલખાતાના શૈલેષ રાવલ સાથે પહોંચી જઇ સાડા નવ ફૂટ લાંબા મગરને પકડી સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.

Previous articleAMTS બસમાં કંડક્ટર અને ડ્રાઈવરની મિલીભગત.. રૂપિયા લીધા ટિકીટ ના આપી
Next articleજેલનો કાચા કામનો કેદી ઊલટીનાં બહાને પોલીસને ધક્કો મારી ફરાર