ભાલકેશ્વર મહોત્સવ : ભગવાન કૃષ્ણનાં દેહોત્સર્ગ સ્થળે શિખર પર સુવર્ણ કળશ ચઢાવાશે

506

ભાલકાતીર્થના નૂતન મંદિર પર ધ્વજારોહણની સાથે ટોચના શિખરને આહીર સમાજ દ્વારા સુવર્ણ મંડિત કરાવાયો છે. ત્યારે ૧૧૦૦ કાર અને ૩૫૦૦ બાઈક સાથે ૨ કિમી લાંબી રથયાત્રા દ્વારકાથી પ્રસ્થાન કરાવવામાં આવી છે. આ રથયાત્રા ૧૨ ઓક્ટો.ને શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે. આ રથયાત્રાએ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવશે.

શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણિમા સમિતીનાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૦થી ૧૩ ઓક્ટોબર સુઘી ત્રિ-દિવસીય ભાલકેશ્વર મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણ શિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ધર્મઘ્વજ રથયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. આજે સવારે ૯ વાગ્યે દ્વારિકાથી ભાલકાતીર્થ સુધીની રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. રથમાં શ્રીમદ્‌ ભાગવદ્ગીતાને પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રથયાત્રા ઉપલેટા, જૂનાગઢ સહિતના ગામો-શહેરોમાંથી પસાર થઇ તા. ૧૨ ઓક્ટો.ને શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે. તા. ૧૩ ઓક્ટો.ને રવિવારે સવારે ૮ વાગ્યાથી નારાયણયાગ યજ્ઞનો શુભારંભ થશે.

Previous articleબે એસટી બસ સામસામે ધડાકાભેર અથડાઇ, ૪૦થી વધુ લોકો ઘાયલ
Next articleવિજયાદશમીના દિવસે દેવગઢ બારીયામાં ઉજવાયો ૧૬મો ગ્રામીણ રમતોત્સવ