સા.અરબના જેદ્દાહ બંદર પાસે ઇરાની ઓઇલ ટેન્કરને વિસ્ફોટથી ઉડાવી દેવાયુ

496

સાઉદી અરબના જેદ્દાહ બંદર પાસે આજે એક ઈરાની ઓઈલ ટેન્કરને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે આ ઓઈલ ટેંકર પર બે મિસાઈલ અથવા રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાના આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા છે. ક્રુડ ઓઈલની કિંમત પણ તેની વિપરીત અસર પડી શકે છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આ ઈરાની ઓઈલ ટેંકર પર ૧૦૦ કિલોમીટર દૂરથી જ સાઉદી અરબના સમુદ્રી કિનારા તરફથી મિસાઈલ હુમલો કરવામાં આવ્યો જાણકારોના મતે આ એક ‘આતંકવાદી હુમલો’ છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અને એએફપીએ જાણકારોના હવાલે જણાવ્યું છે કે, આ એક આતંકવાદી હુમલો હોઈ શકે છે. જોકે ટ્રેંકરના તમામ ક્રુ મેંબર સુરક્ષિત છે. ઈરાનની સ્ટૂડેટ્‌સ ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, આ વિસ્ફોટથી ટેંકરને ખુબ નુંકશાન થયું છે. જેદ્દાહથી લગભગ ૬૦ માઈલના અંતરે લાલ સાગરમાં તેલ લીક થવા લાગ્યું છે. જોકે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રોનું કહેવું છે.

પહેલા સાઉદી અરેબિયાની સૌથી મોટી અરામકો કંપની પર થયેલા મિસાઈલ હુમલા અને ત્યાર બાદ હવે ઈરાનના ઓઈલ ટેંકર પર થયેલા હુમલાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થઈ શકે છે. જો ક્રુડ ઓઈલનો ભાવ ૬૬ થી ૬૮ ડૉલર પ્રતિ બેરલ થયો તો ભારતમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા ૨ નો વધારો થઈ શકે છે. ક્રુડના કારણે પેટ્રોલના તો ભાવ વધશે જ સાથે ટાયર બનાવતી કંપનીઓ, પ્લાસ્ટિક કંપનીઓના ખર્ચ પણ વધશે.

Previous articleઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧.૧ ટકા સુધી ઘટાડો નોંધાયો
Next articleકાશ્મીર મામલે કોઇ પણ દેશની દખલગીરી મંજૂર નથી : અમિત શાહ