ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિક્રમ સારાભાઈ-ઈસરો પ્રદર્શન ખુલ્લુ મુકાયું

1066

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર  દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે. ૦૪ ઓક્ટોબર થી ૧૦ ઓક્ટોબર સુધી સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ અંતરીક્ષ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદેશ્ય અવકાશ સુધી પહોંચવા અને શિક્ષણમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે  ‘ધ મુનઃ ગેટવે ટુ ધ સ્ટાર’ થીમ પર વિવિધ  કાર્યક્રમો દ્વારા થયેલ ઉજવણીના અનુસંધાને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કાર્યરત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

જેમાં અવકાશ વિજ્ઞાનના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી નિમિતે તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ખાતે કાયમી ધોરણે ૈંજીર્ઇં શ્ વિક્રમ સારાભાઇ સ્પેસ એક્ઝ્‌બીશન વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓના હસ્તે આ સમગ્ર એક્ઝ્‌બીશન ખુલ્લું મુકાયું હતું. ઉપરાંત દરેક વિદ્યાર્થીઓએ કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આયોજિત ૧૦ થી ૧૭ વર્ષના વિદ્યાર્થીઓએ  ઓનલાઈન સ્પેસ ક્વીઝમાં ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ સાથે સારા પ્રતિભાવો અને તેમને મુજાવતા પ્રશ્નો પૂછીને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે માહિતી મેળવી હતી લોકો માટે આ એક્ઝ્‌બીશન રજાના દિવસો સિવાય ૧૧ થી ૦૫ ના સમયગાળા દરમિયાન નિહાળી શકાશે. સ્પેસ ક્વીઝમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ તાઃ ૧૫ ઓક્ટોબર, ૨૦૧૯ સુધી મોબાઈલ ફોન દ્વારા પર ભાગ લઇ શકશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ૪૮ કલાકમાં તેમના સર્ટીફીકેટ ઈ-મેલ દ્વારા મેળવી શકશે. ઉપરોક્ત પ્રદર્શન અને સ્પેસ ક્વીઝમાં જોડવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન ડો. ભાવેશ ભરાડ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. વધુ માહિતી માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ફોન : ૮૮૬૬૫૭૦૧૧૧ પર સંપર્ક કરી શકાશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદામનગર : મેથળીના પાટિયા પાસે મહિલાનો મૃતદેહ મળી આવ્યો