પાટીદાર સમાજની વાડીનું ભાડું વધારતા સમાજનાં લોકો ધરણા પર બેઠાં

442

સુરતમાં પાટીદાર સમાજ દ્વારા લોકો માટે એક વાડી બનાવવામાં આવી છે પણ આ વાડીનું ભાડું એટલું વધારી દેવામાં આવ્યું છે કે, સમાજનાં સામાન્ય માણસો તેનો ઉપયોગ કરી શકતા નથી.

કેમ કે, તેમને પોષાતું નથી. સમાજના કેટલાક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, સમાજના નામે બનેલી આ વાડી હવે માત્રને માત્ર કમાણી કરવાનું સાધન બની ગયું છે. આ ભાડા વધારાનો વિરોધ કરવા માટે સમાજના કેટલાક લોકો આજે ધરણા પર બેઠા હતા.

આ વાડી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી છે. સમાજના લોકોને પોતાના કોઈ પણ પ્રસંગ માટે બહાર જવું ન પડે તે માટે સમસ્ત પાટીદાર સમાજની નામની એક મિલકત બનાવવામાં આવી હતી.

સમાજના આર્થિક રીતે નબળા પરિવારો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી કે, આ વાડીનું ભાડુ ઓછું કરવામાં આવે જેથી કરીને સમાજનાં તમામ લોકો તેનો લાભ લઇ શકે પણ વાડીના ટ્રસ્ટીઓએ મચક આપી નહોતી.

Previous articleસંજુ સેમસન લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર છઠો ભારતીય બેટ્‌સમેન બન્યો
Next articleઅંધારામાં સિંહની પાછળ કાર દોડાવી વધુ એકવાર પજવણીનો વિડીયો વાયરલ