સીનીયર સીટીઝન પોલીસીના નામે છેતરપીંડી કરતી ગેંગ દીલ્હી ખાતેથી સાયબર ક્રાઇમે ઝડપી

439

એચડીએફસી અને ભારતી અક્ષા લાઇફ ઇન્સ્યોરન્સસ કંપનીના સીનીયર સીટીઝન પોલીસી ધારક સાથે પાકતી મુદત પહેલા પોલીસીની રકમ પરત આપવી દેવાના બહાના હેઠળ કોલ સેન્સટર ચલાવી સાડત્રીસ લાખ રૂપીયાની છેતરપીંડી કરનાર ગેંગને પ્રિત પ્રવહાર દીલ્હી ખાતેથી સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી હતી. આ ગુન્સહામાં સાડા છત્રીસ લાખ રૂપીયા જેટલી મોટી રકમની છેતરપીંડી થયેલ હોય પોલીસ કમિશ્નર એ.કે.સીંગ દ્વારા ગુન્હાની તપાસ સાયબર ક્રાઇમ બ્રાંચને સોંપવા આદેશ કરેલ. આ ગુન્હામાં અમદાવાદ શહેર ક્રાઇમના ખાસ પોલીસ કમિશ્નર અજય તોમર તથા સાયબર ક્રાઇમ બ્રાંચના નાયબ પોલીસ કમિશ્નર ડો. રાજદીપસીંહ ઝાલા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર જે.એમ.યાદવ સાહેબનાઓની સીધી સુચના મુજબ પોલીસ ઇન્સસપેકટર વી.બી.બારડ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ બાંચના પોલીસ સબ ઇન્સસપેકટર એ.આર.મહીડા(તપાસ કરનાર અમલદાર) તથા પોલીસ સબ ઇન્સસપેકટર પી.સી.સંગરખીયા નાઓની સાથે ટેકનીકલ ટીમ બનાવવામાં આવેલ હતી. આ ટેકનીકલ ટીમ બનાવી સાયબર ક્રાઇમ બ્રાંચે ૧૯ જેટલા આરોપીને દિંલ્હી ખાતેથી ઝડપી પાડયા હ્‌તા.

આરોપીઓએ કોલ સેન્સટર ચલાવવા માટે ડે્‌ટીની ઇન્સફોપીડીયા પ્રાઇવેટ લીમટેડ નામથી કંપની રજી્‌ટર કરાવેલ હતી. આ કંપનીના બેનર હેઠળ આરોપીઓ ઇન્સ્યોરન્સસ પોલીસી હોલ્ડરને કોલ કરવા માટે જુદી જુદી ટીમો બનાવેલ હતી અને ટીમને માર્ગદર્શન આપવા માટે ટીમ લીડર/મેનેજરની નીમણુક કરેલ હતી. જેમાં કોઇ પોલીસી હોલ્ડરે લાંબા સમય માટે પોલીસી લીધેલ હોય. પરંતુ કોઇ કારણોસર આગળ પોલીસીના પૈસા ભરી શકે તેમ ના હોય કે પોલીસીમાં વળતર બરાબર મળે તેમ ના હોય તેથી પોલીસી હોલ્ડર પાકતી મુદત પહેલા પોલીસી વીડ્રો કરી પૈસા પરત મેળવવા માંગતા હોય તેવા લોકોને આરોપીઓ ટાર્ગેટ કરી જો તમે ઇન્સ્યોરન્સસ કંપનીના એજન્સટ દ્રારા પોલીસી બંધ કરાવશો તો તમને ૩૦ થી ૪૦ ટકા રકમ મળશે.

આ કોલસેન્સટરમાં વીસથી બાવીસ કોલર અને ટીમ લીડર કામ કરતા હતા.આરોપીઓ કોલ કરતા હતા ત્યારે પોતાનુ સાચુ નામ જણાવતા ન હતા અને ભોગ બનનાર રેકોડીંગ કરે તો પોતાનો અવાજ(ઓરીજનલ સ્પિચ) ઓળખીના શકે તે માટે ઇનબીલ્ટ વોઇસ ચેન્સજર વાળા ફછદ્ભેં અને ન્૮જી્‌છઇ નામની કંપનીના મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતા.

આરોપીઓના કબજામાંથી જુદા જુદા રાજયના આશરે પંદર હજારથી વધુ વિમાદારોના હાડ કોપીમાં ડેટા મળી આવેલ છે જેમાં મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, હરીયાણા, કર્ણાટક વગેરે રાજ્યોમાં કોલ કરેલ હોવાનુ તપાસમાં જણાય આવેલ છે. અને તપાસ દરમ્યાન નીચે જણાવેલ રાજયના લોકો સાથે રૂપીયા ૫,૪૪,૪૦,૯૦૦/ છેતરપીંડી થયેલ હોવાનુ પ્રથમીક તપાસમાં ખુલ્લું થયુ.સમગ્ર વિગત મેળવ્યા બાદ તપાસમા આરોપી સુનીલ કુમાર ગુપ્તા તથા મુકેશ પ્રમશ્રાનાઓ બેંક એકાઉન્ટ પુરા પાડતા હતા અને બેંક એકાઉન્ટમાં જમા થયેલ પૈસા વીડ્રો કરતા હતા. આરોપી પ્રવકાસ કુમાર કોલર અને ટીમ લીડરના ઇન્ટરવ્યુ લઇ ભરતી કરતો હતો અને ઓફીસમાં કામ કરતા કર્મચારીઓના પગાર, ઇનસેટીવ આપવાનુ અને ઓફીસના તમામ ખર્ચ અને એકાઉન્ટનું કામકાજ સંભાળતો હતો. ત્યારે ભાવના વમાડ કોલર અને ટીમ લીડરને ગ્રાહકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેની તાલીમ તથા ડેટા પ્રોવાઇડ કરવાનુ અને ઓફીસમાં કામ કરતા તમામ કર્મચારીઓની દેખરેખ રાખવાનુ કામગીરી સંભાળતી હતી.

Previous articleભારત-ચીન વચ્ચે સહકારનો એક નવો યુગ શરૂ થયો
Next articleવિવાદિત હરામીનાળા પાસેથી બીએસએફએ ૫ પાક. બોટ ઝડપી