પોલીસની ઘોર બેદરકારી : આરોપી પાસેથી ભોજન પિરસાવ્યું, હાથકડી પણ બાંધી નહોતી

660

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી આરોપી ફરાર થવાના મામલામાં અમદાવાદ પોલીસની બેદરકારી સામે આવી છે. આ કેસમાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પોલીસે આરોપી પાસે હોટલમાં ભોજન પિરસાવ્યું હતું તે સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ, આરોપીના હાથમાં હાથકડી પણ બાંધેલી નથી. આમ, આ કેસમાં પોલીસની બેદરકારીથી ડબલ મર્ડરનો આરોપી ફરાર થયો છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી ડબલ મર્ડરનો આરોપી ફરાર થવાના મામલામાં અમદાવાદ પોલીસની બેદરકારી સામે આવી છે. અમદાવાદ પોલીસ સાબરમતી જેલમાંથી ડબલ મર્ડરના આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને લઈને મોરબી જવા નીકળી હતી. જ્યાં સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રાની હોટલમાં પોલીસ રોકાઈ હતી. અહીં પોલીસે આરોપીને વેઈટર બનાવ્યો હતો. અને આ જ તકનો લાભ લઈને ડબલ મર્ડરનો આરોપી ફરાર થઈ ગયો હતો. બે-બે મર્ડર કરનાર આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના પીએસઆઈ હર્ષપાલસિંહ જેનાવત ઉપરાંત કોન્ટેબલ રાજુભાઇ બારીયા, દિલીપભાઇ જાદવ અને ગજેન્દ્રસિંહ ભીખુભા સામે બેદરકારીની ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસના પીએસઆઈ અને ૩ કોન્સ્ટેબલોએ ડબલ મર્ડરના આરોપી પાસે ભોજન પિરસાવ્યું હતું. સાથે જ આરોપીના હાથમાં હાથકડી પણ બાંધી નહોતી.

Previous articleફાયર સેફ્ટીના અભાવના પગલે ત્રણ માર્કેટ સહિત ૭૫ ઓફીસ-દુકાન સીલ
Next articleકાર ડિવાઈડર કુદાવીને ટ્રેલર સાથે અથડાતા ૧નું મોત, ૩ લોકોઘાયલ