ઝઘડીયાના વંઠેવાડ ગામેથી ભારે જહેમત બાદ દિપડો પાંજરે પુરાયો

438

ભરૂચ જિલ્લાના ઝઘડીયાના વંઠેવાડ ગામેથી દિપડો ઝડપાયો હતો. લગભગ પંદર દિવસ અગાઉ આ વિસ્તારમાં દેખાયેલા દિપડાને જેર કરવા માટે વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ રાત્રે ફરીથી દિપડો આ વિસ્તારમાં દેખાતા વનવિભાગે આખી રાત ભારે જહેમત ઉઠાવતા આખરે મળસ્કે દિપડાને જેર કરવામાં સફળતા મળી હતી. વનવિભાગના સુત્રોના જણાવ્યા મુજબ વંઠેવાડ ગામમાં દિપડા આંટાફેરા કરતા હોય છે. આ અંગેની જાણ થતાં વનવિભાગના મદદનીશ વન સંરક્ષક આર.બી.પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફીસર ઝઘડીયા વી.ઝેડ.તડવી, રાજપારડીના ફોરેસ્ટર મહેશભાઇ વસાવા, પંકજભાઇ વસાવા, શકુનાબેન વસાવા, રાજેન્દ્ર ભાઇ પટેલ, રેવાદાસભાઇ, ભગાભાઇ, મહેન્દ્ર ભાઇ, પ્રતાપભાઇની વનવિભાગની ટીમ દ્વારા ગામના માજી સરપંચ ફતેસિંગભાઇના ખેતરમાં વનવિભાગે ૧૫ દિવસ પહેલા પાંજરૂ ગોઠવ્યુ હતુ.  આસપાસના ખેતરો પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી.  વનવિભાગની લાંબી કવાયત બાદ આખરે દિપડાને પાંજરે પૂરવામાં ગઇકાલે સફળતા મળી હતી.  ઝડપાયેલા દિપડાને ઝઘડીયાના રેન્જ કચેરીના કાર્યાલય ખાતે પહોચાડ્યા બાદ સલામત વન્ય વિસ્તારમાં દિપડાને ખોરાક પાણી મળે તેવા સ્થળે મુક્ત કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતુ.  ઝઘડીયા તાલુકાના અમુક વિસ્તારોમાં દિપડાઓની હાજરી જણાતી હોઇ વનવિભાગના અધિકારીઓ અવારનવાર જહેમત ઉઠાવીને દિપડાઓને માનવવસ્તીમાંથી જેર કરવાની કામગીરી કરતા હોય છે.

Previous articleકાર ડિવાઈડર કુદાવીને ટ્રેલર સાથે અથડાતા ૧નું મોત, ૩ લોકોઘાયલ
Next articleઅક્ષયપાત્ર ફાઉન્ડેશનનાં કર્મીઓની હડતાળ સમેટાઇ, બાળકોને ભોજન પહોંચાડ્યું