ગીરમાં સિંહદર્શન શરૂ…મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ

578

ગીર અભયારણ્ય બુધવારથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં બુધવારથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી ગઈ. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે.

વહેલી સવારે મુસાફરોને મીઠાઈ ખવડાવીને તથા તેમને પુષ્પ ગુચ્છ આપીને તેમને ગીર જંગલમાં રવાના કરાયા હતા. આ વર્ષે ગીરના જંગલમાં નવી બાબતોનો સમાવેશ કર્યો છે, વેબસાઈટને ફાસ્ટ બનાવી છે. વેબસાઈટ અને ઓનલાઈન બુકિંગને ક્યુઆર કોડથી સજ્જ કરાયા છે. પહેલા જ્યાં પરમીટ ઈશ્યુ કરવા અઢી કલાક લાગતો, તે કામ હવે માત્ર ૧૫ મિનીટમાં થાય છે. શિયાળા અને ઉનાળાના સમયગાળામાં પરિવર્તન કર્યો. શિયાળાનો ૧૬ ઓક્ટોબથી ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે. ૬.૪૫થી ૯.૪૫ સુધી કરી છે. ઉનાળાનો માર્ચથી ૧૫ જુન સુધીનો રહેશે. સાંજની ટ્રીપનો સમય ૪થી ૭નો સમય કર્યો છે. આ સમય મુસાફરોનો ફીડબેકના આધારે કર્યો છે.

સેન્ચ્યુરીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક કે ફૂડ પેકેટ્‌સ અંદર લઈ જઈ શકાય નથી, થર્મોઈન્સ્યુલેટેડ પાણીની બોટલ ટુરિસ્ટને ફાળવવામાં આવશે. એક જિપ્સીમાં એક-એક લિટરની બે બોટલ આપવામાં આવશે.

Previous articleગુજરાત પેટાચૂંટણીને લઇ એક્ઝિટ પોલ પર પ્રતિબંધ
Next articleગુજરાતમાં ડેંગ્યુ રોગ હજુ બેકાબૂ : કેટલાય નવા કેસો