પિરસાયેલી થાળીમાં જીવતી ઈયળ નીકળી, હોટલવાળાએ કહ્યુંઃ મામલો રફેદફે કરો

412

રાજ્યમાં હાલ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી મકોડા અને જીવાત નીકળવાનો જે ટ્રેન્ડ થઇ રહ્યો છે, તેવી ઘટનાઓમાં સુરતની ટેક્સ પ્લાઝા હોટલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં ડીનર માટે પીરસવામાં આવેલી થાળીમાં જીવતી ઇયળ ચાલી રહી હોવાનો વીડિયો ગ્રાહકે સોશિયલ મીડિયામાં તરતો મૂક્યો હતો. સૌ પ્રથમ ગ્રાહકે પોતાના ડીનરમાં જીવતી ઈયળ જોઇને વેઇટરને જાણ કરી હતી. ગ્રાહકે હોટલના મેનેજરનું ધ્યાન દોર્યું હતું. જે બાદમાં હોટલ મેનેજરે બિલની રકમ માફ કરીને મામલો પતાવી દેવાની વાત કરી હતી.

૧૫ ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગને વીડિયો સાથે ફરિયાદ કર્યા બાદ સેમ્પલો લઈ હોટેલને નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં હજી કેટલીક હોટલો સુધારવાનું નામ લઇ રહી નથી.

અત્રે નોંધનીય છે કે ગત મહિને સુરતના એક જાણીતા ફૂડ સેન્ટરને મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. રૂસ્તમપુરાના વૈશાલી વડાપાંઉને આરોગ્યની ટીમે દંડ ફટકાર્યો હતો. એક ગ્રાહકો વડાપાંઉમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ કર્યા બાદ મનપાએ આ કાર્યવાહી કરી હતી.

Previous articleમોબાઈલ પર પબજી ગેમ રમતા યુવાન પર લૂંટના ઇરાદે ચપ્પુથી હુમલો કરાયો
Next articleબાળલગ્નનો વીડિયો વાયરલ થતાં સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં, પોલીસ ફરિયાદ નોંધાઈ