દિવાળી બગડવાના એંધાણ… આજથી ૩ દિવસ વરસાદી ઝાપટાની આગાહી

529

ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં ખેડૂતો માટે ફરી નિરાશાભર્યા સમાચાર વહેતા થયા છે. પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તવું હવામાન ખાતાએ જણાવ્યું હતુ. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારીમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

એક ખાનગી સંસ્થાએ જારી કરેલી વિગતો પ્રમાણે, હાલમાં અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી ૨૦થી ૨૩મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં સક્રિય થનાર વરસાદી સિસ્ટમથી ગુજરાતના કેટલાક ભાગોમાં છુટા છવાયા ઝાપટા પડી શકે છે.

બીજી તરફ રાજ્ય હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારમાં બે દિવસ દરમિયાન વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ શહેરોમાં મોડી રાત્રે ઠંડની અસર વર્તાવા લાગી છે. શુક્રવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન૩૪.૮ ડિગ્રી નોધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૨.૯ ડિગ્રી નોંધાયું હતું.

Previous articleL&Tનું જુનું બિલ્ડીંગ ધરાશાયી થતા એકનું મોત
Next articleસોમનાથ મહાદેવનાં દર્શન-પૂજા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ