સરહદ પર ટેન્શનઃ પાકિસ્તાને ભારતની દિવાળી મિઠાઇ લેવાનો ઇન્કાર કર્યો

1446

સીઝફાયર (યુદ્ધતહકૂબી)ની સમજૂતીનો સતત ભંગ કરીને સરહદી ગામડાં પર તોપમારો કરતા અવળચંડા પાકિસ્તાને દિવાળીની મીઠાઇ લેવાનો ઇનકાર કર્યો હતો. જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ કેન્દ્ર સરકારે પાંચમી ઑગસ્ટે રદ કર્યા બાદ પાકિસ્તાન સતત ફૂંફાડા મારી રહ્યું છે અને અણુયુદ્ધની ખોખલી ધમકી આપતું રહ્યું છે.

છેક ૧૯૪૭થી દિવાળી, ઇદ વગેરે તહેવારો પર એકબીજાને મીઠાઇ આપીને મોં મીઠું કરાવવાની એક વણલખી પરંપરા ચાલી આવે છે પરંતુ છેલ્લા થોડા સમયથી પાકિસ્તાન સરહદો પર સતત તોપમારો કરી રહ્યું હોવાથી ગયા રવિવારે ભારતીય લશ્કરે એક મિનિ સર્જીકલ સ્ટ્રાઇક કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યારબાદ સરહદો પર મીઠાઇની વહેંચણી થતાં પાકિસ્તાને મીઠાઇ લેવાની ના પાડી હતી. ઇસ્લામાબાદ ખાતેના ભારતીય રાજદૂતે પ્રોટોકેાલ પ્રમાણે મીઠાઇ મોકલી હતી પરંતુ પાકિસ્તાની સરકારી પ્રવક્તાએ મીઠાઇ લેવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થાક ISI એ પહેલાં મીઠાઇ લીધી હતી પરંતુ પાછળથી પાછી મોકલી આપી હતી.

માત્ર સરકારી પ્રવક્તા કે ISIનહીં, સરહદ પર પાકિસ્તાની રેંજર્સે પણ મીઠાઈ લેવાનો ઇનકાર કર્યો હતો. જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો રદ થયા બાદ પાકિસ્તાન સતત આ રાજ્યમાં અશાંતિ ફેલાવવા આતંકવાદીઓને ઘુસાડવાના પ્રયાસો કરતું રહ્યું છે.

નોંધનીય છે કે ISIપાકિસ્તાનની ખાનગી એજન્સી છે અને પાકિસ્તાનની સત્તા-રણનીતિમાં તેમનો દબદબો છે. ફક્ત ઈસ્લામાબાદમાં ISI અથવા અન્ય અધિકારીઓએ જ નહીં પરંતુ બોર્ડર પર પાકિસ્તાની રેન્જર્સે પણ આ વખતે ભારત તરફથી મોકલાવેલી મિઠાઈનો અસ્વીકાર કર્યો હતો. ભારતીય સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન ભડકેલું છે જેથી છાસવારે બોર્ડર પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી માટે પ્રયાસો કરી રહ્યું છે.

Previous articleદ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવતા રાજયપાલ
Next articleમહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે ઉત્સુકતાની વચ્ચે ચૂંટણી પરિણામ