જાફરાબાદ તા.પં.ખાતે આયોજન બેઠક મળી

1057
guj2032018-2.jpg

જાફરાબાદ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર જીલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂ, તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, ટીડીઓ ગોહિલની હાજરીમાં આયોજન સમિતિની બેઠક મળી જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર જીલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂ, જીલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂ, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ, જીલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ, ન્યાય સમિતિ ચેરમેન મગનભાઈ જોગદીયા સહિતના અધિકારીઓ દ્વારા જાફરાબાદ તાલુકાના વિકાસાર્થે વાલા દવલાની વાત એક સાઈડ પર રાખી અતિ મહત્વની આયોજન સમિતીની બેઠક મળી તેમજ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને જાફરાબાદ તાલુકા એક ગામમાંથી (નામનહી આપતા)૧ જ મત મળેલ તે ગામમા ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે સામે ચાલીને તે ગામના વિકાસાર્થે શું જરૂર છે તેવો ફોન કરીને કહેલ કે તમારા ગામનું કયુ વિકાસ લક્ષી કામ આયોજનમાં લેવાનું છે સામેથી સરપંચના જણાવ્યા મુજબ તે કામ વિકાસમાં લઈ ને મોટુ પ્રેરણા રૂપી ઉદાહરણ આપેલ.
તેમજ જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ દ્વારા નોન પ્લાનીંગ કામોની માંગ કરાઈ જમાં નાના લોઠપુરથી કાગવદર રોડ (૨)કોળી કંથારીયાથી બાલાની વાવરોડ જે મંજુર પણ થઈ ગયેલ હોય નાગેશ્રીથી લુણસાપુર રોડ કડીયાળીથી બેલાપર રોડ, રોહીસાથી સનેશ્વર મહાદેવ રોડ, વઢેરાથી વરૂડીમાતા જીએ રોડ ભટવદરથી વાડી વિસ્તાર રોડ, ભાડા ગામેથી વડલી રોડ તેમજ પ્લાનીંગ બાબરકોટથી ભાકોદર રસ્તાની પહોળાઈ વાંઢ ગામેથી વારાહ સ્વરૂપ નવો રોડ તાત્કાલીક બનાવવો તેમજ સરોવડા ગામેથી કોળી કંથારીયથી ખાલસા કંથારીયાથી ચોત્રા ગામ સુધી કોન્ટ્રાકટરે અધુરકામ પેસીંગ રાખેલ પુરૂ કરાવવાની માંગ તેમજ જિલ્લા પંચાયત ખાતે પુનાભાઈ ભીલ દ્વારા તાલુકાના ગામોમાં થાત ભ્રષ્ટાચારો બાબતે ખાતાકીય તપાસ કરાવવાની સામાન્ય સભામાં માંગ કરાઈ જાફરાબાદ આયોજન બેઠક ખુબજ સર્વસંમતિથી થતા ખુશીનો માહોલ છવાયો હતો.

આયોજન બેઠકમાં મંજુર કરેલ ગામ વાઈસ કામો 
(૧) શિયાળ બેટ બ્લોક પેવીંગ રૂા.૩ લાખ, નાના લોઠપુર બસ સ્ટેશન અને તેની ઉપર પાણીનો ટાંકો રૂા.૫ લાખ ૨૪ હજાર (૩) કાગવદર સીસીરોડ હરીજન વાસમાં રૂા.૨ લાખ (૪) ભટવદરમા નાળાનું કામ ૫ લાખ (૫) કોળી કંથારીયા પાણીની પાઈપ લાઈન ૨ લાખ (૬) ખાલસા કંથારીયા પુરરક્ષણ દિવાલ ૨)લાખ (૭) હેમાળ ગામે બ્લોક પેવીંગ દોઢ લાખ (૮) જુની જીકાદ્રી પાણીની પાઈપલાઈન ૨ લાખ (૯) નવી જીકાદ્રી પુરરક્ષણ પાળો દોઢ લાખ (૧૦) લુણસાપુરમાં વોશીંગઘાટ ૨ લાખ (૧૧) વાંઢ ગામે વોશીંગઘાટ ૨ લાખ (૧૨) પીછડી રોડનું કામ ૨ લાખ (૧૩) મીઠાપુર વોશીંગઘાટ દોઢ લાખ (૧૫) શેલણા ગામે બ્લોક પેવીંગ ૨ લાખ (૧૫) પાટીમાણસા રોડનું કામ ૫ લાખ (૧૬) મોટા માણસા રોડનું કામ ૫ લાખ (૧૭) ટીંબી હરીજનવાસમાં દીવાલનું કામ ૨ લાખ (૧૮) લોર સંપ ૨ લાખ (૧૯) એભલવડ ૨ ડંકી ૧ લાખ (૨૦) દુધાળા પુર રક્ષણ દિવાલ-૨ લાખ (૨૧) ધોળાદ્રી સમશાન દીવાલ  દોઢ લાખ (૨૨) નાગેશ્રી ગામે પેલી પાટી વિસ્તારમાં પુરરક્ષણ દીવાલ રૂા.૨ લાખ (૨૩) ઘેસપુર સોખડા જુથ આંગણવાડીના દોઢ દોઢ લાખ (૨૪) નાના મોટા સાકરીયા જુથ સીસીરોડ સમશાન (૨+૨)૪ લાખ (૨૫) ભાડા ગામે પાણીની પાઈપલાઈન ૨ લાખ (૨૬) વડલી ગામે સ્ટીટલાઈટ દોઢ લાખ (૨૭) કેરાળા સુરક્ષા દીવાલ ૫ લાખ પચીસ હજાર (૨૮) ધારાબંદર ગામે આંગણવાડી કંપાઉન્ડ દીવાલ-૨ લાખ (૨૯) રોહીસા બ્લોક પેવીંગ ૩ લાખ (૩૦) ચીત્રાસર ગામે સમશાન કંપાઉન્ડ દીવાલ ૨ લાખ (૩૧) બલાણા ગામે નાનાળાના કામ ૪ લાખ (૩૨) કડીયાળી ગામે સીસીરોડ ૫ લાખ ૨૪ હજાર (૩૩) વઢેરા ગામે સીસીરોડ ૨ લાખ (૩૪) મીતીયાળા ગામે નાળાનું કામ ૫ લાખ ૨૫ હજાર (૩૫) બાલાનીવાવ બ્લોક પેવીંગ દોઢ લાખ (૩૬) વારાહસ્વરૂપ ગામે ખુલ્લી ગટર ૨ લાખ (૩૭) ભાંકોદર ગામે ભુગર્ભ સંપ ૨ લાખ (૩૮) બાબરકોટ ગામે શીતળામાતાના મંદિરથીસીસી રોડ ૫ લાખના કામોની મંજુરીની મોહર સર્વાનુમતે લગાવાઈ.

Previous articleધંધુકા તાલુકા હેલ્થ કચેરી દ્વારા ખાનગી ડોકટરોને ટી.બી.જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું
Next articleસાગર કોમ્પલેક્ષ પાસેથી ચોરી કરેલ બાઈક સાથે શખ્સ ઝડપાયો