ઉંજા એપીએમસી દ્વારા સામાજિક કાર્યો કરાયા : આયુર્વેદિક હોસ્પીટલનું લોકાર્પણ

1128
gandhi18102017-5.jpg

ઊંઝા તાલુકાના ગામડાઓની પ્રાથમિક શાળાઓને કોમ્પ્યુટર વિતરણ, ઊંઝા તાલુકાના અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને ચેકોનું વિતરણ, માર્કેટયાર્ડ ઊંઝામાં પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરનું લોકાર્પણ તેમજ નવનિર્મિત આયુર્વેદિક હોસ્પીટલનું લોકાર્પણ કાર્યક્રમ માર્કેટયાર્ડ ઊંઝામાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં ઊંઝાના ધારાસભ્ય નારાયણભાઈ પટેલના વરદ હસ્તે સપન્ન થયેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખોડાભાઈ એન. પટેલ, ચેરમેન એપીએમસી, મહેસાણા, દિલીપકુમાર વી. શાહ, ઊંઝા આયુર્વેદિક ફાર્મસી, ડો. પીયુષકુમાર શાહ, જીલ્લા અધિકારી, આયુર્વેદિક હોસ્પિટલ, ગૌરાંગભાઈ એન. પટેલ, ચેરમેન એપીએમસી, ઊંઝા તથા એપીએમસી ઊંઝાના ડીરેક્ટરો તથા પ્રાથમિક શાળાના શિક્ષકો અને ઊંઝા તાલુકાના ગ્રામજનો ઉપસ્થિત રહેલા.
આ પ્રસંગે નારાયણભાઈ પટેલે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચ્યો છે તે જ રીતે એપીએમસી ઊંઝા દ્વારા હાથ ધરવામાં આવેલ યોજનાઓનો લાભ પણ ઊંઝા તાલુકાના છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે એમ જણાવેલ. ખોડાભાઈ એન. પટેલે એપીએમસી ઊંઝાના પારદર્શક વહીવટના કારણે એપીએમસી આટલી ઝડપી પ્રગતી સાધી શકી છે. 
આ પ્રસંગે એપીએમસી ઊંઝા તથા ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન ગૌરાંગભાઈ પટેલે એપીએમસી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ યોજનાઓનો ખ્યાલ આપેલ અને ઊંઝા તાલુકાની શાળાઓ માટે ૧૧,૩૯,૫૦૦ રૂપિયાના કોમ્પ્યુટર તથા પ્રિન્ટરનું વિતરણ, ઊંઝા તાલુકાના અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને ૨૬,૦૦,૦૦૦ લાખ રૂપિયાના ચેકોનું વિતરણ તથા ભૂણાવ ગ્રામ પંચાયતને પીવાના પાણીના બોર માટે ૨,૨૮,૪૦૦ રૂપિયાની રકમનો ચેક તથા આયુર્વેદિક હોસ્પિટલને ઔષધ ઉદ્યાન માટે ૫૦,૦૦૦ રૂપિયા ના ચેકનું વિતરણ આ ચતુર્વિધ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ છે 

Previous articleદહેગામમાં રૂપિયા ૩૦૦ કરોડના રોકાણ સાથે ગારમેન્ટ મેન્યુફેકચરીંગ યુનિટ માટે એમઓયુ થયા
Next article ડભોડા હનુમાનજી મંદિરે પરંપરાગત મેળો અને કાળી ચૌદશની પુજા