ડભોડા હનુમાનજી મંદિરે પરંપરાગત મેળો અને કાળી ચૌદશની પુજા

1352
gandhi18102017-4.jpg

પાટનગરથી દસ કિલોમીટર દુર આવેલા ડભોડા હનુમાનજીના મંદિરે મધ્ય રાત્રીથી મેળો ભરાય છે. કાળી ચૌદસની મધ્ય રાત્રીથી શરૂ થતા મેળામાં પરંપરા મુજબ હનુમાન દાદાની મહા આરતી યોજાઇ હતી. આરતીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્‌યું હતું. ભક્તો દ્વારા અંજનીના પુત્ર હનુમાનદાદા ઉપર ધનતેરસથી કાળીચૌદસના ૨૪ કલાક દરમિયાન ૧૦૦૦ ડબા તેલનો અભિષેક કરવાનો અંદાજ લગાવાયો છે. દર વર્ષે આ મંદિરમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનના ઉમટી પડતા હોય છે. ત્યારે આ વખતે પણ લોકો મોટીસખ્યામાં ઉમટી પડતા હોય છે.
ગુજરાતમાં મેળાઓનું અનેરૂ મહત્વ રહેલુ છે. વિસ્તાર મુજબ અલગ અલગ રીત ભાત મુજબ મેળાઓ યોજાય છે. રાજ્યમાં તરણેતર, વૌઠા, સપ્તેશ્વર સહિતના મેળાઓ ભાવથી મનાવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર તાલુકાના ડભોડામાં આવેલુ હનુમાનદાદાના મંદિરે વર્ષોની પરંપરા મુજબ ધનતેરસની રાત્રીથી કાળીચૌદસનો મેળો ભરાય છે. 
જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાં પણ મેળાનું મહત્વ રહેલુ છે. ત્યારે ભાવિક ભક્તો સહ પરિવાર દર્શનાર્થે આવતા જોવા મળતા હતાં. ડભોડીયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ગજ્જરે માહિતી આપતા કહ્યું કે મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ મેળો યોજાય છે. ત્યારે મેળામાં આવતા ભાવિ ભક્તોની વ્યવસ્થામાં મંદિર પરિસર તથા ગામમાં પાંચ મોટા એલસીડી સ્ક્રીન લગાવવામાં આવ્યા છે. અનિચ્છનિય બનાવ ના બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હનુમાનજી મહારાજની મૂર્તિ ઉપર ગત વર્ષે ભક્તો દ્વારા ૭૦૦ ડબા તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે ૧૦૦૦ તેલના ડબાનો અભિષેક કરવામાં આવશે તેવો એક અંદાજ લગાવવામાં આવ્યો છે.