કુવામાં પડેલા દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢી પાંજરે પુર્યો

422

વલસાડ તાલુકાના ઓઝર ગામના પાનેર ફળિયામાં દીપડો કુવામાં પડ્યો હતો. ગામના આગેવાનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વલસાડ, ધરમપુર અને ચીખલી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કલાકોની ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરી ધરમપુર માલનપાડા વેટેનરીમાં મોકલી આપવામાં આવ્યો હતો.

વલસાડ તાલુકાના ઓઝર ગામના પાનેર ફળિયામાં રહેતા કિશનભાઇ મગનભાઈ પટેલની વાડીમાં આવેલા કુવામાં દીપડો પડ્યો હતો. કિશનભાઇ સવારે વાડીમાં ગયા ત્યારે દીપડાનો અવાજ સાંભળતા દીપડાને કુવામાં પડેલો જોયો હતો. તાત્કાલિક ગામના આગેવાનોને અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વલસાડ, ધરમપુર અને ચીખલી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કુવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની ટીમે ૨ કલાકની ભારે જહેમત બાદ કુવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કુવામાંથી દીપડાનું રેસ્ક્યુ થતા ઓઝર ગામના રહીશોએ હાશકારો મેળવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને ધરમપુરની માલનપાડા વેટેનરીમાં દીપડાને ખસેડવામાં આવ્યો હતો. હાલ દીપડાને ઓબઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. માલનપાડા વેટેનરીના ડોક્ટરનો રિપોર્ટ મેળવી વન વિભાગ દ્વારા સુરક્ષિત સ્થળે દીપડાને ખસેડવામાં આવશે.

Previous articleદિવાળીપર્વમાં ફટાકડા બજાર પર આર્થિક મંદીની અસર, વેપારીઓની હાલત કફોડી બની
Next articleપટેલ શનૈકા પૌરીનકુમારએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું