અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વલસાડના દરિયામાં કરંટ, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી

614

દિવાળીના તહેવારની એક તરફ ઉજવણીને લઇને હર્ષોલ્લાસમાં છે ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગે આગામી ૫ દિવસમાં રાજ્યમાં સામન્યથી હળવા વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની પડી શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જવાને કારણે સંભવિત સાઈકલોનની ભીતિ સેવાઇ રહી છે. જેને લઇને વલસાડના તિથલ દરિયાકિનારે દરિયામાં કરંટ જોવા મળ્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી વકી છે. દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી ૪૯૨ કિમી દૂર સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઇ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં એનડીઆરએફની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. સંભવિત સાયક્લોનને લઇને ગુજરાત તંત્ર એલર્ટ પર છે. ત્યારે વાવાઝોડાની શક્યતાને પગલે દ્વારકાના મત્સય ઉધ્યોગ વિભાગના અધિકારીઓએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દ્વારકના સાયલા, વાડિનાર, ભોગત, નાવદ્રા બેટના બંદરોને દરિયો ન ખેડવા તાકીદ કરાઇ છે.

તો બીજી તરફ વલસાડના તિથલ દરિયાકિનારે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જવાને કારણે સંભવિત સાઈકલોનની ભીતિ સેવાઇ રહી છે. સંભવિત સાઈકલોનને લઇ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ૨ એન.ડી.આર.એફની ટિમ ખડકી દેવાઈ છે. ત્યારે જિલ્લા કલેક્ટરે માછીમારોને દરિયો ન ખેડવા ટિ્‌વટ કરી જમાવ્યું હતું.

 

Previous articleશ્રમિકોની દિવાળી સુધરી…રાજ્યના ૬ લાખથી વધુ કામદારોને ૮૧૭ કરોડનું બોનસ ચુકવાયું
Next articleકાળી ચૌદશ : આજે હનુમાન મંદિરમાં મહાઆરતી-હવન