દિવાળી નિમિત્તે અંબાજી મંદિર રોશનીથી ચમકી ઉઠ્યું, ૫૬ ભોગનો અન્નકુટ ધરાવાશે

1300

દિવાળીના નવા દિવસોમાં લોકોમાં તીર્થ સ્થાનોએ જઇ દર્શન કરવાનો વિશેષ મહાત્યમ રહેલો છે. ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દિવાળીના તહેવારોને લઇ અંબાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવી છે.  જે રોશની દર્શનાર્થીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. એટલું જ નહીં દિવાળીના તહેવારોમાં અંબાજીમાં યાત્રીકોનો ભારે ઘસારો રહેતો હોય છે, જેમાં શ્રદ્ધાળુંઓને માં અંબાના દર્શનને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં બેસતા વર્ષ એટલેકે કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યું છે અને બેસતા વર્ષનાં દિવસે નીજ મંદિરમાં ૫૬ ભોગનો અન્નકુટ સહીત વિશેષ આરતીનો યોજન કરવામાં આવ્યુ છે.

Previous articleજગન્નાથ મંદિરના આસપાસના વિસ્તારનો ૧૧૦ કરોડના ખર્ચે કાયાપલટ થશે
Next article’ઘરમાંથી ૩૬ મણ સોનું નીકળશે’ કહી ઢોંગીએ જમીન દલાલને અઢી કરોડનો ચુનો લગાવ્યો