રણપુરમાં કમોસમી વરસાદ ના કારણે માર્કેટીંગ યાર્ડ નો માલ પરલી ગયો

757

હવામાન ખાતાની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર પંથકમાં મહા વાવાઝોડા ની આગાહી ને પગલે વાવાઝોડાની અસર વધુ અસરકારક બની રહી છે ત્યારે બોટાદ જીલ્લા ના રાણપુર પંથકમાં આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક કાળા ડીબાંગ વાદળો આવી ચડ્યા હતા.અચાનક બદલાયેલા વાતાવરણ ને લીધે આજરોજ 11 વાગ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો.અને બજારો માં વરસાદી પાણી વહેતા થયા હતા અને ગરમી માં પણ ભારે વધારો થયો હતો.રાણપુર પંથકના નાગનેશ,બોડીયા,ધારપીપળા,રાજપરા,અણીયાળી,દેવળીયા,કેરીયા,હડમતાળા,માલણપુર,દેવગાણા સહીતના ગામો માં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો..કમોસમી વરસાદ ને લઈને કપાસ,,જાઈર,,મગફળી સહીતના પાક ને ભારે નુકશાન થવાની શક્યાતા વર્તાઈ રહી છે જેના કારણે ખેડુતો માં ભારે ચિંતા નુ મોજુ ફેલાઈ ગયુ છે.અને ધરતી પુત્ર ના મોઢા માં આવેલો કોળીયો ઝુંટવાય જાઈ તેવુ પણ દેખાઈ રહ્યુ છે.જ્યારે રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ થતા રાણપુર માર્કેટીંગ યાર્ડ માં કપાસ વેચવા આવેલા ખેડુતના માલ ને નુકશાન થયુ હતુ.માર્કેટીંગ યાર્ડ ના ખુલ્લા મેદાનમાં હતા કપાસના ઢગલા હતા આ કપાસના ઢગલા ઉપર વરસાદી પાણી પડતા ખેડુતો ના માલ ને મોટાપાયે નુકશાન થયુ હતુ.રાણપુરના માર્કેટીંગ યાર્ડ માં ખેડુતો ને માલ મુકવાની કોઈ સુવિધા ન હોવાના કારણે માલ વરસાદ માં પલળી ગયો હતો.પોતાનો માલ પલળી જતા ખેડુતો માં શોકનું મોજુ ફળી વળ્યુ હતુ.આશરે 700 મણ કરતા વધુ કપાસ ખુલ્લા મેદાનમાં પડ્યો હતો અને અચાનક ધોધમાર વરસાદ ચાલુ થતા મોટા ભાગનો કપાસ પલળી જતા ખેડુતો ને મોટુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.જ્યારે જ્યારે ખેડુતો પોતાનો માલ વેચવા આવે છે ત્યારે માર્કેટીંગ યાર્ડ માં માલ મુકવાની સુવિધા ન હોવાથી આ માલ ખુલ્લા મેદાન માં રાખવા મજબુર બને છે.જ્યારે હાલ તો આ વરસાદ પડવાને લીધે ઉભા પાક ને તો નુકશાન થયુ છે પણ વેચવા આવેલા કપાસ પણ વરસાદ માં પલળી જતા ખેડુતો ને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતી ઉભી થઈ છે..

Previous articleઘોઘાના કુડા ગામેં ડૂબી ગયેલ યુવાન ની લાશ મળી
Next articleઘોઘા બંદરે 2 નંબર નું સિગ્નલ લગાડવામાં આવ્યું