ચિટીંગના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી

582

આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહરે વિસ્તાનરમાં વાહન ચોરીના શકદારોની હકિકત મેળવવા તથા નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવા પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે બગદાણા  પો.સ્ટે. ઇ.પી.કો.૪૦૬,૪૨૦વિગેરે  મુજના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પ્રિતેશ ઉર્ફે જગદીશ જયચંદભાઇ ગોહિલ  રહે. જાફરાબાદ વાળો દુઃખીશ્યામબાપા સર્કલ પેટ્રોલ પંપ સામે રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભી અને આછા બ્લુ  કલરનો બુર્શટ તથા રાખોડી કલરનું પેન્ટ પહેરેલ છે. તેવી હકિકત મળતા તુરતજ પંચો સાથે બાતમી વાળી જગ્યા ઉપર જતા મજકુર ઇસમને હાજર મળી આવતા પકડી લઇ તેનું નામ/સરનામુ પુછતા પ્રિતેશ ઉર્ફે જગદીશ જયચંદભાઇ ગોહિલ  ઉવ.૩૯ રહે. હાલ- ફલેટ નં-૫૦૧ પ્લેટીનીયમ બિલ્ડીંગ મીરા રોડ મુંબઇ મુળ ગામ- જાફરાબાદ બંદર ચોક વાળો હોવાનું જણાવે. છે. મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બગદાણા પો.સ્ટે. ગુન્હો નોઘાયેલ હોય ભરતનગર પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે. અને બગદાણા પોલીસ સ્ટેશન ને જાણ કરવા તજવીજ કરેલ છે.

Previous articleભાવનગર જિલ્લામાં સર્વત્ર મેધમહેર, મહુવામાં  ર ઈંચ વરસાદ
Next articleભાવનગરમાં વિવિધ મંડળો દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી