સુપરવાઇઝરે જ મહિલા વકીલનાં ઘરમાં ચોરી કરી હોવાનું ખૂલ્યુ

652
gandhi2432018-4.jpg

ગાંધીનગર અદાણી શાંતિગ્રામનાં આંગન વિંગમાં રહેતા હાઇકોર્ટનાં વકીલનાં ઘરમાંથી પર્સ ઉઠાવીને રૂ.૧.૭૪ લાખની ચોરી કરી લેવામાં આવી હતી. જેમાં ગીઝર ફીટ કરવા આવેલા શખ્સો પર શંકા દર્શાવવામાં આવી હતી. અડાલજ પોલીસે ફરીયાદ લઇને સીસીટીવી ફુટેજનું એનાલીસીસ કરતા સોસાયટીનાં સુપરવાઇઝર પર જ શંકા ગઇ હતી અને કડક પુછપરછ કરતા પોતે જ ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. અડાલજ પોલીસે ચોરીનાં ૨૪ કલાકમાં જ ભેદ ઉકેલીને આરોપીને ઝડપી લઇને મુદ્દામાલ રીકવર કરી લીધો છે. 
અડાલજ પોલીસે ફરીયાદ લઇને સીસીટીવી ફુટેજનું એનાલીસીસ કરતા સોસાયટીનાં સુપરવાઇઝર પર જ શંકા ગઇ હતી અને કડક પુછપરછ કરતા પોતે જ ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. અડાલજ પોલીસે ચોરીનાં ૨૪ કલાકમાં જ ભેદ ઉકેલીને આરોપીને ઝડપી લઇને મુદ્દામાલ રીકવર કરી લીધો છે. 
અદાણી શાંતિગ્રામમાં રહેતા કૃપાલીબેન ભટ્ટ મંગળવારે કામ પર ગયા હતા ત્યારે સાંજે ફોન પર ખબર પડી હતી તે તેમનું પર્સ ઘરની બહાર સોસાયટીમાંથી મળ્યુ છે. જે પર્સ કૃપાલીબેન બેડરૂમમાં મુકીને ગયા હતા. પર્સમાં રાખવામાં આવેલી રૂ.૩૬૫૦૦ની રોકડ તથા દાગીનાં મળીને કુલ રૂ.૧,૭૪,૫૦૦ ચોરાઇ ગયા હતા. જો કે ઘરનાં દરવાજાનું તાળુ પણ બંધ હતુ તો પર્સ બહાર કઇ રીતે આવ્યુ અને ચોરી કઇ રીતે થઇ તે સવાલ ઉભો થયો હતો. જો કે એક ચાવી ફર્નીચરનું કામ કરતા તેજસભાઇને આપી હતી. તેજસભાઇને પુછતા કૃપાલીબેનને ત્યાં ગીજર ફીટ કરવા આવેલા કારીગરો ચાવી લઇ ગયાનું જણાવ્યુ હતુ. કૃપાલીબેને ગીઝર ફિટર્સ સામે શંકા સાથે અડાલજ પોલીસને ફરીયાદ આપી હતી. પોલીસે ગીઝર ફીટર કારીગરોની પુછપરછ કરતા તેમણે ચોરી કરી ન હોવાનું સામે આવ્યુ હતુ. જો કે આ કારીગરો પાસેથી ચાવી સુપરવાઇઝર ભરત રામજી પરમારે (રહે વેજલપુર, અમદાવાદ) રાખી હતી. તેમની પુછપરછ કરતા પોતે ચોરી કરી ન હોવાનું જણાવતો રહ્યો હતો. પોલીસે એપાર્ટમેન્ટને કવર કરતા સીસીટીવી કેમેરા ચેક કરતા ભરતની શંકાસ્પદ હીલચાલ જણાઇ હતી અને પોલીસની શંકા વધુ મજબુત બનતા ઉલટ સવાલો કરતા ભાંગી પડ્‌યો હતો અને ભુલ થઇ ગઇ હોવાનું જણાવીને ચોરીનો મુદ્દામાલ પોતાનાં ઘરે જ સંતાડ્‌યો હોવાની કબુલાત કરી હતી. 
આંગન ફ્‌લેટ માં થયેલી થયેલી ઘરફોડ ચોરીનો ભેદ અડાલજ પોલીસે ઉકેલી આરોપી સહીત ૧લાખ ૭૪હજજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી 

Previous article એપ્રિલથી મહાનગર પાલિકા દ્વારા લગાવેલ વાહન ટેક્ષનો અમલ કરાશે
Next article સેક્ટર-૩માં મહર્ષિ ગૌતમની જયંતિ ઉજવાઇ