થર્ટી ફર્સ્ટની રાત્રિએ પોલીસનું સઘન ચેકીંગ

928
vn212018-6.jpg

ભાવનગર શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રિએ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં શહેરના ઘોઘાસર્કલ, સરદારનગર, રૂપાણી, જ્વેલર્સ રોડ, હિમાલીયા મોલ જેવા વિસ્તારમાં તેમજ રેસ્ટોરન્ટ, કેકશોપ સહિતની દુકાનોમાં રાત્રિના ૧૧-૩૦ વાગે બંધ કરાવી દીધી હતી અને રસ્તા પર રોમીયોગીરી કરતા નબીરાઓને વિખેર્યા હતા. સુકાના વાંકે લીલુ બળે તેવો ઘાટ ઘડાતા જેમાં પરિવાર સાથે થર્ટી ફર્સ્ટની મજા માણવા નિકળેલા શહેરીજનોને પોલીસના કડક વલણનો સામનો કરવો પડ્યો હતો. નવા વર્ષની શરૂઆત થાય તે પહેલા પોલીસ તંત્ર દ્વારા તમામ જાહેર સર્કલો બંધ કરાવી દેતા શહેરીજનો નિરાશ થઈ પરત ઘરે ફર્યા હતા. (તસવીર : મનિષ ડાભી)

Previous articleપીરછલ્લામાં ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાંથી રોકડ, સાડીની ચોરી
Next articleન્યુ યર ઉજવણીમાં પોલીસનો સપાટો