અનુભવના ઓટલે અંક ૩૯ બંધ નથી દ્રષ્ટિનાં દ્વાર

724

થોડા દિવસ પહેલા એટલેકે  મી ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ વડોદરા ખાતે દીપક ફાઉન્ડેશન દ્વારા એક સેમિનાર યોજાયો હતોતેમાં મારે જવાનું થયું હતુંજોકે સેમિનાર બે દિવસનો હતોપણ હું તેમાં એક દિવસ હાજર રહેવાનો હોવાથી પ્રથમ દિવસના અંતિમ સત્રમાં હાજરી આપી ભાવનગર જવા નીકળી ગયો હતોપ્રથમ દિવસે અંધજનોના વિકાસમાં ગતિ લાવવા વિચારણા કરવામાં આવી હતીતેના થોડા પાસાઓ પર દ્રષ્ટિપાત કરવા માગું છું. ખાસ શાળાના બદલે “ઇન્ક્લુજીવ એજ્યુકેશન એટલે કે “સમાવર્તી શિક્ષણ” પર ભાર મુકવોપ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ અને પ્રતિભા નિખારવાના હેતુથી આવું પરિવર્તન કરવું જરૂરી હોવાનો મત અને અભિપ્રાય સેમિનારના વક્તા ડૉ.હોમિયાર મોબેદજીએ ઉદાહરણ સહિત રજૂ કર્યા હતા.

મને તેમની દલીલના કેટલાક મુદ્દાઓ બિનતાર્કિક અને વજૂદ વગરના લાગ્યા હતાચર્ચામાં ભાગ લઈ મેં મારી દલીલ રજૂ કરી હતીપણ ચોક્કસ ધ્યેય સાથેના આરંભેલા યુદ્ધમાં હંમેશા કલ્યાણનું ગળું દબાવી દેવામાં આવતું હોય છેતેમ પરિવર્તનના નામે યોજેલા સેમિનારમાં ચાલતું હતુંવક્તા શ્રીના મતે ખાસ શાળાઓ કોઈ પરિણામો આપી શકી નથીતેથી સમાવર્તી શિક્ષણ પ્રજ્ઞાચક્ષુ બાળકોના સર્વાંગી વિકાસ માટે તેના વિકલ્પ તરીકે અપનાવવું પડશેતેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે,પ્રજ્ઞાચક્ષુ બાળક ખાસ શાળામાં વ્યક્તિત્વ વિકાસને લગતી કેળવણીથી તદ્દન વંચિત રહી જાય છેપરિણામે તેને સામાન્ય સમાજની મુખ્ય ધારામાં સમાયોજન સાધવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છેકેટલીક કેળવણીના અભાવે તે નોકરી ધંધામાં પણ ધાર્યા પરિણામો આપી શકતા નથીતેથી શિક્ષણની નવી પ્રણાલી  અપનાવવી પડશેવળી બ્રેલની સાથોસાથ અવનવા ફોર્મેટમાં શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી પડશેબુક પર ભાર મૂકી તેમણે અંધજનોને શિક્ષણ આપતી ખાસ સંસ્થાઓને ઉદ્દેશીને આહવાન કર્યું હતુંબદલાતા સમયમાં ખાસ શાળાઓએ પોતાની ભૂમિકા બદલવી પડશેસમાવર્તી શિક્ષણ માટે પ્રજ્ઞાચક્ષુ બાળકોને તાલીમબદ્ધ કરવા પડશેજરૂરી સાધન સામગ્રી અને ઇ- બુક ફોર્મેટમાં પુસ્તકો પુરા પાડવા પડશે.

ડૉ.હોમિયાર મોબેદજીની દલીલ સમુદ્રના કિનારે બેસીસમુદ્રની ઉંડાઈ વિશે અનુમાન બાંધવા જેવી મને લાગી હતીએટલું  નહિ ભાવિ અંધ બાળકોને થનાર અન્યાય સામે લડવા મારા અંતરમાં તોફાન જાગ્યું હતુંસમુદ્રની મધ્યમાં તોફાનમાં ફસાયેલો નાવિક હોડીના રક્ષણ માટે પગલા ભરે છેતેમ મેં કેટલાંક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા. ડૉ.હોમિયાર મોબેદજી સામે અનેક મુદ્દાઓ ઉઠાવી ચર્ચામાં ભાગ લીધો હતોછેલ્લા ૨૦૦ વર્ષમાં ખાસ શાળાઓએ અંધજનોના વિકાસના અનેક નવા દ્વાર ખોલ્યા છેતેની વિગતો આપી હતીકારણ કે મારા મતે ખાસ શાળાઓએપોતાની આંખોની બાહ્ય દ્રષ્ટિ ગુમાવનાર મારા બંધુઓ અને ભગિનીઓને નવી દ્રષ્ટિ આપી છેસંગીત જેવા ક્ષેત્રમાં આગળ વધવા ખાસ શાળાઓનો કોઈ વિકલ્પ નજરે પડતો નથીઉદ્યોગ, રમતગમત, નાટક, નૃત્ય, રાસગરબા જેવી કલાના વિકાસ માટે સામાન્ય શાળાઓમાં અંધજનો માટે કોઈ વ્યવસ્થા શક્ય કે સંભવ નથીછતાં આટલા આગ્રહ સાથે ખાસ શાળાઓ સામે સરકારનો હાથો બનવા શા માટે આંગળી ચીંધવામાં આવતી હશેતે મારી સમજમાં  આવ્યુમને ઘણા વર્ષોનો ઇન્ક્લુજીવ એજ્યુકેશનનો અનુભવ છેરાજ્યભરનાં વિશિષ્ટ શિક્ષકોની કામગીરી અને સામાન્ય શિક્ષકો તેમજ આચાર્યના વ્યવહારથી હું પુરેપુરો વાકેફ પણ છુંમને આમાં અંધ બાલકનું કલ્યાણ ક્યાંય નજરે પડ્યું નથીખાસ શાળાઓમાં પ્રવેશથી વંચિત રહેતા અંધ બાળકો અને અલ્પ દ્રષ્ટી ધરાવતા બાળકો માટેનો તે વિકલ્પ જરૂર હોય શકે છેતેથી તેની હું અવગણના કરવા માગતો નથીઆપણે ત્યાં એક કહેવત છે: ‘નહિ મામો કરતા કહેણનો મામો શું ખોટો? ભલેને સગો મામો  હોય પણ મંમીનો બનેલો ભાઈ મામો તો કહેવાયતે કોઈવાર ખપ પડ્યે કામ આવી શકે ખરોએમ જેમને કોઈ પણ કારણસર ખાસ શાળામાં ભણવું  હોય તો તે સામાન્ય શાળામાં ભણી શકે તે વ્યવસ્થાને હું આવકારદાયક જરૂર માનું છું પણ તેને ખાસ શાળાના વિકલ્પ તરીકે સ્વીકારવા તૈયાર નથીજેમ રોલગોલ્ડ ધાતું સોના જેવી ચમકદાર જરૂર હોય છેપણ તે સોના જેવું મૂલ્ય આપી શકતી નથીજેમ આભૂષણ માટે સોનાનો કોઈ વિકલ્પ નથીતેમ ખાસ શાળાનો પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણનો કોઈ વિકલ્પ નથીજેમ રસ્તા પર લાઈસન્સ વગરનો ગાડી ચલાવતો ડ્રાઈવર હાનીકારક બને છેતેમ અંગત તૃષ્ણા સંતોષવા બિન અભ્યાસુ વક્તા કોઈવાર પ્રસ્થાપિત વ્યવસ્થાને લૂણો લગાડી શકે છે.

મને ટેક્નોલોજીને વિસ્તારવા યોજાયેલો સેમિનાર નવી દિશાના દ્વાર ખોલનારો હોવા છતાં અંધજનો માટે અનેક પડકાર ઊભા કરનાર ખતરાની ઘંટડી જેવો લાગ્યો છેમિત્રો, ૧૯૭૦ નો દાયકો અંધજનો અને વિકલાંગોના વિકાસના સૂર્યોદય જેવો હતો દાયકામાં અનેક વિચારવિનિમય થવાના કારણે ૧૯૭૬ ની યુનોની સામાન્ય સભાએ ૧૯૮૧ ના વર્ષને ‘વિશ્વ વિકલાંગ વર્ષ’ તરીકે ઊજવવા ઠરાવ કર્યો હતો૧૯૮૨ ની યુનોની સભાએ પુન:વિચારણા હાથ ધરી વિકલાંગોના વિકાસ માટે મંત્રણા કરી તેના અસરકારક શિક્ષણતાલીમરોજગાર અને પુનર્વસનનાં કાર્યક્રમોને પહોંચી વળવા વિશ્વભરમાં જાગૃતિ લાવવાના હેતુથી ૧૯૮૩ થી ૧૯૯૨ ના દાયકાને ‘વિશ્વ વિકલાંગ’ દાયકા તરીકે મનાવવાનું ઠરાવ્યું હતુ.પરિણામે દુનિયાભરના દેશોએ ક્રાંતિકારી પગલાં ભર્યા છેવિકલાંગોના કલ્યાણ માટે અનેક કાયદાઓ પણ ઘડાતા રહે છે બધી  સાનુકૂળતાઓને લીધે આજે કોઈ પણ વિકલાંગ વ્યક્તિ સમાજમાં ગૌરવપુર્વક પોતાનું જીવન જીવી શકે છેઘોર જંગલના કોઈ વૃક્ષને કાપી બનેલીનાનકડી દીવાસળી આખા જંગલને સળગાવી શકે છેતેમ ખોટી વિચારધારાને શરણે થયેલો કહેવાતો તજજ્ઞ અંધ વ્યક્તિને થોડા આર્થિક સ્વાર્થ ખાતર હાનિ પહોંચાડી શકે છેઅંધજનો માટે પ્રગતિની દોડતી ગાડીને પોતાનો કક્કો ખરો કરવા ખોટી વિચારધારા વડે તિતરભિતર કરી શકે છેઆને હું ડુંભાણિયા ચાંપનારા તજજ્ઞ માનું છું.

આંખો ભલે બંધ હોય પણ દ્રષ્ટિનાં દ્વાર ખૂલા છેખુલ્લા દ્રષ્ટિનાં દ્વાર મને મારા ભાઈઓ અને ભગિનીઓના કલ્યાણના માર્ગે કદમ ઉપાડવા પ્રેરણા આપે છેજ્યાં અંધજનોના હિતને હાનિ પહોંચાડવા હિલચાલ ચાલતી હોય ત્યાં મને મારા ઉપડેલા કદમો દોરી જાય છેપ્રજ્ઞાલોકના પ્રદેશના ઉજાસ માટે મારા અવાજનો નાનકડો દીપક લઈ હું પ્રકાશ પાથરવા પહોંચી જાઉ છુંસંસારમાં વ્યાપેલા અન્યાયના અંધકારને ભલે મારા અવાજનો નાનકડો દીપક ખાળી  શકેપણ પ્રભુની પૂજા સમજી અન્યાયના અંધકારને મિટાવા મારી ચેતનાને જાગતી રાખું છું માટે હું ઇશ્વર પાસે સારાં કર્મોનાં ફળની માગણી કરવા નથી માગતોસારા કર્મો કરવા શક્તિ માગું છુંઇશ્વર તરફથી ઉર્જારૂપી અવિરત મળતી શક્તિ મારા કર્મયજ્ઞને પ્રજ્વલિત રાખે છે.

મને પ્રાર્થનાના શબ્દો યાદ આવે:

હે પ્રભુ પ્યારા, દુ:ખ હરનારા,

સૃષ્ટિ સરજનારા,

સુંદરતા બક્ષનારા.

હે પ્રભુ પ્યારા

 દેવોમાં પ્રભુ દેવ ગણાતા,

ધર્મ બચાવા અવતાર ધરનારા.

હે પ્રભુ પ્યારા.

 માનવમાં પ્રભુ  બુદ્ધિ મૂકનારા,

દૂર કરો અવગુણ અમારાહે પ્રભુ પ્યારા

 કર્મ કરવા પ્રભુ,

શક્તિ માગું છું,

મુજ હૈયે તવ વાસ ચાહુ છું.

હે પ્રભુ પ્યારા

 નાજુક મારું હ્રદય ચલાવા,

કૃપા કરી મુજ પર મહાદેવા.

હે પ્રભુ પ્યારા

 તવ શરણોમાં મુજને સમાવા,

વંદું છું પ્રભુ તવ ચરણોમાં.

હે પ્રભુ પ્યારા, દુ:ખ હરનારા,

સૃષ્ટિ સર્જનારા,

સુંદરતા બક્ષનારા.

હે પ્રભુ પ્યારા

દુર્ગા રાગમાં ગવાતી મારા અંતરના પડદા ખોલી મારા વિદ્યાર્થી કાળમાં  લખાયેલી કાવ્ય વંદના છેબાળપણમાં ઇશ્વર જાણે મને ઘડવા ઇચ્છતો હોયતેમ મારા અંતરમાં ડોકિયા કરીમારી દેખભાળ કરવાઆવી પહોંચતો હતો.

બાહ્ય આંખોના ભલે તેજ ઝુંટવી લીધા નાથતોય અંતરનું તેજ તેં દીધુંસમજણનું દર્પણ દઈ કલ્યાણ કેવુ કીધું! જ્ઞાનનો દીપક પ્રગટાવવા પ્રભુસંધ્યાના રંગ ભરી દીધા.

આથમતી ઉષાના કિરણો જાણે ઉતાવળા બની પોતાની બધી માયા સંકેલી વિદાય થવાના મુડમાં હોયતેવુ દ્રશ્ય પૃથ્વી પર પાથરી તારીખ  ઓગસ્ટ ૧૯૭૫નો સંધ્યાકાળ આકાશમાં હડિયાપાટી કરતા વાદળોના પડઘમ સાથે પધારવા ડગ ભરતા હતામા’રાજની મઢીનો રસ્તો કાપતા મારા ધીમા પડેલા પગલા આજે ઇશ્વરની લીલાનો ભેદ પામવા વધુ ધીમા પડતા જતા હતાઅચાનક ઓઢેલી ચાદર કોઈ ખેંચી લે તેમ ચમત્કાર થયોરંગબેરંગી આકાશ શોભાનું પુષ્પ બની ખીલી ઊઠ્યુંલોકોના ટોળા નજારો જવા ઊમટી પડ્યામારી બંધ આંખો જે જોઈ શકતી  હતીતે અંતરની આંખો આજે કેમેરો બની દ્રશ્યો કેદ કરવા લાગી હતીભીતરમાં સોહમનો સૂરીલો નાદ કોયલના કર્ણપ્રિય અવાજને ટક્કર મારી સુખના સિંહાસન પર બિરાજમાન થવા પોંખી રહ્યો હતોબાહ્ય આંખોની દ્રષ્ટી ગુમાવ્યા પછી અંતરની આંખો ખોલી આપવાનો યાદગાર  દિવસ હતોખીલેલી સંધ્યાના રંગો અંગેઅંગમાં ઊતરી રોમાંચ રચતા હતામારા માટે સમજનું સામ્રાજ્ય ઊભું કરવા ઇશ્વરે પ્રકૃતિને મારી શિક્ષિકા બનાવી મોકલી હતી. પ્રકૃતિનાં ખોળે મારા શિક્ષણનો પ્રાંરભ ખુદ ઇશ્વરે કરવા  ઉપક્રમ ગોઠવ્યો હશેતેમ હું માનુ છું.

સંધ્યાના ખીલેલા રંગો મારા અંતરમાં સંતાકૂકડી રમતા હતાવિચારોની ઘટમાળ ઘંટીની જેમ ફેરા મારતી હતીદરમિયાન શ્રાવણમાસ આવતા થોડી મોટી ઉંમરની બહેનો ભેગી મળીભજન કીર્તન માટે એકઠી થઈકીર્તન ઉપાડે છે

જેણે આપ્યો મનુષ્ય અવતાર, કેમ ભુલાય નામ ભગવાનનું રે!”

મારા અંતરમાં ફરી તોફાન જાગ્યુંમનુષ્ય અવતાર ભગવાને મને પણ આપ્યો છેમારે તેનું ઋણ અદા કરવા શું કરવું જોઈએબાળપણથી માતાનું છત્ર ગુમાવ્યું હોવાથીઘરમાં મને તેનો ઉત્તર આપનાર એકમાત્ર પિતા સિવાય કોઈ  હતુંપિતાશ્રી રાજકારણના પૂરા રંગે રંગાયેલા હતાઘરમાં એકલા મળવાનો સમય મળવો મુશ્કેલ હતોમોડી રાત્રીના મળી શકેપણ મોડી રાત્રી સુધી હું જાગી શકતો  હતોએટલે મેં હિમંત એકઠી કરી પિતાશ્રીને થોડા મુલાકાતીઓ વચ્ચે  પૂછી નાખ્યું: ‘બાપુજીઇશ્વરનું ઋણ અદા કરવા મારે શું કરવુ જોઈએ?’ બાપુજીએ જે ઉત્તર આપ્યો તે મારા દિલમાં કંડારી રાખ્યો છે. ‘ઇશ્વરની જેમ અન્યનું ભલું કરવુબીજાના સુખ માટે કાર્યશીલ રહેવુકર્મ કરવું પણ અભિમાન  કરવુંઆવેલા દુ:ખને પડકાર સમજી કામે લાગી જવુંનિષ્ફળતા મળે તો હારવું નહિ. જરૂરિયાત કરતા વધુ મેળવવા ધમપછાડા કરવા નહિ’ પિતાની વાણીનો પ્રવાહ સરિતાની જેમ વહી રહ્યો હતોથોડા સમજદાર લોકો બોલી ઉઠ્યા: ‘તમે પણ ટપુભાઈ! આટલા નાના છોકરાને અઘરી વાતોમાં શી સમજ પડેબીજાએ કહ્યુ: ‘જા બેટા, ફળિયામાં રમ’. મારા કાકાએ મને ટપલી મારી ફળિયું બતાવી દીધુભૌતિક ફળીમાં ફરતો હું પિતાના આધ્યાત્મિક જગતમાં વિહરું છુંગમે તેવા સેમિનારો યોજાઈ પણ મારી મંજિલ નક્કી છેમારી મંજિલ અંધજનોના કલ્યાણની છેપિતાની મળેલી સલાહથી મારી મંજિલ પર દોડતો રહેવા માગું છુંએટલે હું માનું છું– “બંધ નથી દ્રષ્ટિનાં દ્વાર. 

લેખક લાભુભાઈ ટી. સોનાણી

Previous articleશિશુવિહાર સંચાલિત મોંઘીબહેન બાલમંદિર નાં બાળકો નો શૈક્ષણિક સમુહ પ્રવાસ
Next articleદાઉદી વ્હોરા સમાજના ૫૩માં ધર્મગુરૂ ડૉ.સૈયદના આલીકદર મુફદલ સૈફફુદીન સાહેબને ૭૬માં જન્મદિનને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી