ત્રાપજ ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૦ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપાયો

1182

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત મોડી રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આર.આર.સેલના સ્ટાફના માણસો તથા અલંગ મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. તથા સ્ટાફના માણસોએ અલંગ ગામ ધાર વાડી વિસ્તાર, રાજુભાઇ માલપાણી વાળાના ખાડાના મેઇન ગેઇટ પાસેથી ત્રણ ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૧૬૬, બોટલ નંગ-૧૯૯૨ તથા આઇશર તથા સ્વીફટ કાર સાથે પકડી પાડેલ હોય અને જેની કાર્યવાહી કરતા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી હરપાલસિંહ ટપુભા ગોહીલ ઉ.વ.૨૭ રહે.ત્રાપજ ગામ, તા.તળાજા જી.ભાવનગર વાળાની કબજા ભોગવટા વાળી વાડીમાં નીરાવના ઢગલા નીચે સંતાડેલ ભારતિય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૪૦ કિ.રૂ.૭૨,૦૦૦/- સાથે મજકુર આરોપીને પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે અલંગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી અલંગ પો.સ્ટે.ના હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ વાળા તથા હરદેવસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સુરજીતસિંહ હઠુભા તથા નરોતમભાઇ કલ્યાણભાઇ વિગેરે જોડાયા હતા.

Previous articleરોડ-રસ્તા મામલે વલ્લભીપુર તાલુકાની કંગાળ હાલત
Next articleશિશુ વિહાર સંસ્થાના ઉપક્રમે તા.19 ડિસેમ્બરનાં રોજ નાગરિક સહાય કાર્યક્રમ