જમીન સંપાદન મામલે ધરતીપુત્રો દ્વારા જનજાગૃતિ પદયાત્રાનો પ્રારંભ

714
bvn2732018-10.jpg

ઘોઘા પંથકના ૧ર ગામના ખેડૂતો દ્વારા સરકાર દ્વારા કરવામાં આવી રહેલ જમીન સંપાદન મામલે જનજાગૃતિ પદયાત્રા છેડી છે. આ યાત્રા અલગ-અલગ અસરગ્રસ્ત ગામોમાં ફરી લોકોને જાગૃત કરશે.
ઘોઘા તાલુકાના બાડી, પડવા, ખડસલીયા, સુરકા, હોઈદડ, મલેકવદર, તગડી સહિત ૧ર ગામના ખેડૂતો પાસેથી વર્ષો પૂર્વે સરકારે પાણીના મુલે જમીનની ખરીદી કરી હતી. લીગ્નાઈટ કોલસો જમીનમાંથી ખોદી કાઢવા માટે ખરીદવામાં આવેલ. આ જમીન એક દસકા બાદ સરકારને યાદ આવતા સરકારે આ જમીન સંપાદન કરવા માટે આદેશો કર્યા હતા પરંતુ દસ વર્ષ પૂર્વે સરકારે જમીનનું જે વેતન ચુકવ્યું હોય તો પુરતું ન હોય આ જમીનની પુનઃ આકરણી કરી યોગ્ય વળતર ચુકવવા ધરતીપુત્રો માંગ કરી રહ્યાં છે. જે સંદર્ભે સરકાર સંમત ન હોય આથી સરકાર સામે ખેડૂતોએ બાયો ચડાવી છે અને કોઈપણ ભોગે જમીન સંપાદન અટકાવવા લડત ચલાવી રહ્યાં છે. જે અન્વયે ૧ર ગામના ખેડૂતો જમીન સંપાદન મામલે લોક જાગૃતિ સંદેશ સાથે ભોગગ્રસ્ત ગામડાઓમાં પદયાત્રાનું આયોજન કર્યુ છે.

Previous articleસોનગઢ ગામે દિગંબર જૈન ટ્રસ્ટ મકાનમાં ભીષણ આગ : ચીજવસ્તુઓ બળીને ખાક
Next articleસોનગઢ ગામે કોઈ અજાણ્યા શખ્સોએ પાણીના સંમ્પમાં ઝેરી કેમીકલ ભેળવ્યુ