ભાવનગરના હાર્વિક દેસાઈના વિનીંગ શોટ સાથે ભારત અંડર-૧૯ વર્લ્ડ ક્રિકેટમાં ચેમ્પિયન બન્યું

909
bhav4-2-2018-8.jpg

ન્યુઝીલેન્ડ ખાતે અંડર-૧૯ વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં આજે ભાવનગરના હાર્વિક દેસાઈના વિનીંગ શોટથી ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવી ભારત ચેમ્પિયન બન્યું હતું. ભારતના શાનદાર વિજયના ભાગીદાર એવા હાર્વિક દેસાઈએ ભાવનગરનું નામ રોશન કર્યુ છે. તેના પરિવારમાં તેમજ મિત્રવર્તુળમાં ખુશીનો માહોલ છવાયો છે તેને સત્કારવા પરિવારજનો આતુર બન્યા છે.
ન્યુઝીલેન્ડ ખાતે રમાઈ રહેલી અંડર-૧૯ વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ફાઈનલ ભારત-ઓસી. વચ્ચે રમાયેલ. જેમાં ઓસી.એ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા ૮ વિકેટે ર૧૬ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે મનજીતના ૧૦૧ તથા હાર્વિકના અણનમ એક રનની મદદથી માત્ર ૩૮.પ ઓવરમાં બે વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કરી ચેમ્પિયન બન્યું હતું. ભાવનગરનો હાર્વિક દેસાઈ ફાઈનલમાં આવ્યો હોય તેના પરિવારજનો તથા મિત્ર વર્તુળો હાર્વિકના ઘરે સવારથી ટીવી સામે ગોઠવાઈ ગયા હતા અને એક સાથે મેચ નિહાળી હતી. જ્યારે છેલ્લે ચોગ્ગો મારીને હાર્વિકે વીનીંગ શોટ ફટકારતા ભારત ચોથી વખત ચેમ્પિયન બન્યું હતું. હાર્વિકના વિનીંગ શોટ સાથે જ તેના ઘરે મેચ નિહાળતા પરિવારજનો અને મિત્રો, શુભેચ્છકો ઉછળી પડ્યા હતા અને ઉજવણી કરી હતી. લોકોએ હાર્વિકના પરિવારને શુભેચ્છા આપી હતી. હાર્વિકે અગાઉ હીલ શિલ્ડ, ચેલેન્જર, એશીયા કપમાં પણ રમી ચુક્યો છે. પ્રથમ વર્ષ બી.કોમ.માં અભ્યાસ કરતા હાર્વિકના અંડર-૧૯ વર્લ્ડ કપમાં સારા પ્રદર્શનના કારણે ભાવનગર સહિત રાજ્યભરમાં હીરો બની ગયો છે તે સાથે જ ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે હાર્વિકનો પરિવાર તેને સત્કારવા ઉત્સુક બન્યો છે.

Previous article રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
Next article જાફરાબાદ નગરપાલિકા હિરાભાઈના પ્રયત્નથી સમરસ