જાફરાબાદ નગરપાલિકા હિરાભાઈના પ્રયત્નથી સમરસ

716
guj4-2-2018-3.jpg

જાફરાબાદમાં કોંગ્રેસના સુપડા સાફ ર૭ વોર્ડમાં એક પણ કોંગ્રેસ ઉમેદવાર ન મળ્યો આખેઆખી નગરપાલિકાને સમરસ બનાવતા જિલ્લા પ્રમુખ હીરેન હીરપરા અને હીરાભાઈ સોલંકીએ પરચો બતાવ્યો.
કોંગ્રેસમાં અમરેલી જિલ્લામાં એક પણ સમ ખાવા ભાજપને સીટ ન મળી તેવા પરેશ ધાનાણીના ગઢમાં હીરાભાઈ સોલંકીએ પાડ્યું મોટુ ગાબડુ જાફરાબાદ નગરપાલિકાના ર૭ વોર્ડમાં ર૪ ફોર્મ ભાજપના ભરાયા પણ કોંગ્રેસના સુપડા સાફ થયા એક પણ ઉમેદવાર કોંગ્રેસને સમ ખાવા ન મળ્યો તેમાં ખરી જહેમત અને વિકાસકામો જ સાબીત થયા. આ રેકોર્ડબ્રેક આખે આખી નગરપાલિકાને સમરસ અને ભાજપનો ભગવો લહેરાવવામાં મહત્વની જહેમત સાથે હાજરી આપી તેવા પ્રથમ ફોરમોર હીરાભાઈ સોલંકી, ખારવા સમાજના અગ્રણી અને નગરપાલિકા ગત ટર્મના પ્રમુખ ભગુભાઈ સોલંકી, કરણભાઈ બારૈયા, તાલુકા પ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ હીરેન હીરપરા, ચેતનભાઈ શિયાળ, જિલ્લા ભાજપ મંત્રી કાનાણી, કોંગ્રેસમાંથી ભાજપમાં ભગવો ધારણ કરનાર ચંદુભાઈ બારૈયા, દિલીપભાઈ સોલંકી, હમીરભાઈ સોલંકી, નારણભાઈ પટેલ, ખારવા સમાજ, મનિષભાઈ શિયાળ, મનોજભાઈ શિયાળ, વિક્રમસિંહ જાડેજા, પ્રવિણ પટેલ સહિત આગેવાનોની હાજરીમાં નગરપાલિકાના કુલ વોર્ડ નં.૭ ના ર૮ સભ્યોમાં ર૪ સભ્યો ભાજપના બિનહરીફ, ૩ અપક્ષ પણ એક પણ સમ ખાવા કોંગ્રેસનો ઉમેદવાર ન મળતા નગરપાલિકા સમરસ થતા ચારેય બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Previous articleભાવનગરના હાર્વિક દેસાઈના વિનીંગ શોટ સાથે ભારત અંડર-૧૯ વર્લ્ડ ક્રિકેટમાં ચેમ્પિયન બન્યું
Next article નગરપાલિકા ચૂંટણીને લઇ ઉમેદવારો ભારે આશાવાદી