રેલ્વેની હદમાં વરલી મટકાનો જુગાર રમતા ૨૬ શખ્સો ઝડપાયા

1338
bvn1912018-8.jpg

ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેનની પાછળ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા સગીર સહિત ર૬ શખ્સોને ડી.જી. વીજીલ્યન્સ સ્કવોર્ડની ટીમે પુર્વ બાતમી રાહે દરોડો પાડી જુગારના સાહિત્ય અને રોકડ મત્તા સાથે ઝડપી લીધા છે.
બનાવ સ્થળેથી મળતી વિગત મુજબ ગાંધીનગર ડી.જી. વિજીલ્યન્સ સ્કવોર્ડની ટીમે આજરોજ મોડી સાંજે ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેશન ખાતે પુર્વ બાતમી આધારે દરોડો પાડ્યો હતો. રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં.ર પાસે બાવળની કાંટ પાસેની ખુલ્લી ઓરડીમાં વરલી મટકાનો જાહેરમાં જુગાર રમી રમાડી રહેલા સગીર સહિત કુલ ર૬ શખ્સોની જુગારના સાહિત્ય અને રોકડ મત્તો સાથે ઝડપી  લીધાના અહેવાલ મળી રહ્યા છે. ભાવનગર શહેરમાંથી જાહેરમાં જુગાર રમતા  બે ડઝનથી વધુ શખ્સો ઝડપાયાની વાત વાયુ વેગે શહેરભરમાં પ્રસરી  જતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં અને અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠવા પામી હતી. બનાવમાં સ્ટેટ વિજીલ્યન્સ સ્કવોર્ડની ટીમે તમામની ધોરણસર અટક કરી ફરિયાદની તજવીજ હાથ ધરી છે.