આજથી બે દિવસ કવોડરેન્ટીડ્‌સ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો

974
bvn312018-1.jpg

દુનિયાભરમાં લોકોએ ડિસેમ્બરમાં જેમીનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. વિશ્વમાં આજથી ગુરુવાર સુધી કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી દીધો છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્‌ભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન કરી ૩જીએ રાજયકક્ષાનો કાર્યક્રમ ખોડાપીપર ગામે નજારો નિહાળવા આયોજન કર્યા છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે જાન્યુઆરીના પ્રારંભથી તા. ૪ સુધી આકાશમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. ૩જીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧પ થી પ૦ અને વધુ ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દશ્યો આકાશમાં જોવા 
મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે.
કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાની મહત્તમ ચાર દિવસ મધ્યરાત્રિથી  પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧ર વખત અને વધુમાં વધુ પ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. ઉલ્કા વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા માટે મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. જાથાએ રાજયકક્ષાનો નિદર્શન કાર્યક્રમ જામનગર રોડ ઉપર ખોડાપીપર ગામે ગ્રામજનો સાથે રાખવામાં આવ્યો છે. જેમાં આકાશમંડળના તારા, નક્ષત્ર, ગ્રહો અને સુપરમુન વિશે જાણકારી આપવામાં આવશે. ઉલ્કાવર્ષાની ચારેય દિશામાં પડતીની નોંધ રાખવામાં આવે છંે. દિવાળીની આતશબાજી કેવી રીતે આકાશમાં થાય છે તેની રસપ્રદ માહિતી આપવામાં આવશે. 
એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્ય પ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ શુક્રવારે મુકવામાં આવશે.

Previous articleસ્થાનિક સ્વરાજની ચૂ્‌ટણીને લઈને કોર કમિટિની બેઠકમાં ચર્ચા
Next articleઅમરેલી જિલ્લામાં ૪.૦૫૭ લાખ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરાઈ