વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના ઉપક્રમે ફેબ્રુઆરીમાં રામકથાનું આયોજન

800
guj1-2-2018-4.jpg

અમરેલીના સાવરકુંડલા ખાતે આવેલ વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના યજમાન પદે પૂ.મોરારીબાપુ દ્વારા નવદિવસીય રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે અત્રે આવેલ હોસ્પિટલના ૪ નવા વિભાગોનું પૂ.બાપુના વરદ હસ્તે લોકાર્પણ તથા શૈક્ષણિક અને સાહિત્યિક એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.
સાવરકુંડલામાં આવેલ વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા આજથી ૩ વર્ષ પૂર્વે ગરીબ વર્ગના લોકો માટે નિઃશુલ્ક હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ત્રણ વર્ષના સમયમાં ૩ લાખથી વધુ દર્દીઓએ આ હોસ્પિટલમાં આરોગ્ય સેવાનો લાભ લીધો છે. વર્તમાન સમયે પણ દર્દીઓ તથા તેમના સ્નેહીઓને વિનામુલ્યે સારવારથી લઈને ભોજન સુધીની તમામ સેવાઓ નિઃસ્વાર્થ ભાવે મળી રહી છે. આવનારા સમયમાં દર્દી દેવોને વધુ સારી સેવાઓ મળી રહે તે અર્થે આર્થિક ભંડોળ એકઠુ કરવા રામકથાનું આયોજન આગામી તા.૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પર આંતરરાષ્ટ્રીય વક્તા પૂ.મોરારીબાપુ દ્વારા નવદિવસ સુધી રામકથાની ભાગીરથી ગંગા પ્રવાહિત કરશે. આ કથા પ્રસંગ સાથોસાથ આ હોસ્પિટલમાં નવા બનાવેલા ચાર વિભાગોનું પૂ.બાપુના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તથા શૈક્ષણિક અને સાહિત્યિક એવોર્ડસ અર્પણ વિધિ પણ યોજાશે. આ રામકથાને લઈને વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા તડામાર તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ રામકથાના આયોજનને લઈને શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી વ્યાપી છે.

Previous article સંત રોહિદાસજીની ૬૪૧ મી જયંતિની ઉજવણી કરાઈ 
Next article રાજુલા તા.પં.ની સામાન્ય સભા અને કારોબારી બેઠક સંપન્ન