અમરેલી જીલ્લાના વંડા પોલીસ સ્ટેશનના અનડીટેકટ મારામારીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમ ઝડપાયો

653

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં શરીર સબંધી તથા મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધવા સારૂ રેન્જના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો અનડીટેક ગુન્હાઓ તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અમરેલી જીલ્લાના વંડા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૩૦૬૧૨૦૦૦૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૨૬, ૩૨૪, ૩૯૪(ખ),૫૦૪, જી.પી.એકટ કલમ-૧૩૫ વિ. મુજબના ગુન્હાના કામના આરોપી ભીમજીભાઇ ઉર્ફે મુન્નાભાઇ હરીભાઇ ઓડ ઉ.વ.:-૨૪ રહેવાસી-લાખણકા તા.ગઢડા જી.બોટાદ વાળાને તેના ગામમાં ઇંટોના ભઠ્ઠા ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આમ સદરહુ અનડીટેકટ મારામારીનો ગુન્હો ડીટેકટ કરવામાં સફળતા મળેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા પો.કોન્સ. જયપાલસિંહ ગોહીલ તથા નિતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Previous articleભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને ઝડપી લેતી ભાવનગર એસઓજી
Next articleમારામારીના કેસમાં ભાવનગર જીલ્લા માંથી એક ઇસમને તડીપાર કરાયો