સફળતા મેળળવા મહેનતની જરૂર રહે છે : સોનમનો મત

483

અનિલ કપુરની પુત્રી અને સ્ટાર કિડ્‌સ તરીકે વર્ષો પહેલા એન્ટ્રી કર્યાબાદ મોટી ફિલ્મો કરનાર સોનમ કપુર માને છે કે સફળતા મેળવી લેવા માટે જોરદાર મહેનતની જરૂર હોય છે. પોતાની સ્ટાઇલના કારણે જાણીતી રહેલી અને આઇકોન તરીકે ગણાતી સોનમ કપુરે કહ્યુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી કોઇ પણ ક્ષેત્ર હોય હાર્ડ વર્ક વગર સફળતા હાથ લાગતી નથી. સોનમ કપુર લગ્ન થયા બાદ પણ તે સક્રિય થયેલી છે. તેની છેલ્લી ફિલ્મ જોયા ફેક્ટર હાલમાં જ રજૂ કરવામાં આવી હતી. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં સોનમ કપુરે કહ્યુ હતુ કે તે અન્ય સ્ટાર કિડ્‌સ કરતા અલગ છે. સાથે સાથે જોખમ લેવાનુ વધારે પસંદ કરે છે. હાલમાં જ પોતાના વિચાર રજૂ કરતા સોનમ કપુરે કહ્યુ હતુ કે એક ચોક્કસ પોઝિશનમાં આવી ગયા બાદ રિસ્ક લેવામાં વિશ્વાસ કરવાની જરૂર હોય છે. તે ભલે વિતેલા વર્ષોના સ્ટાર અનિલ કપુરની પુત્રી છે પરંતુ અન્ય અભિનેત્રીઓ કરતા તે વધારે મહેનત કરે છે. અન્ય અભિનેત્રીઓ અને યુવતિઓ કરતા સ્ટાર કિડ્‌સ હોવાના કારણે તેની પાસે વધારે ફિલ્મ છે. જો કે તે વધારે મહેનત કરે છે.તેનુ કહેવુ છે કે ટેલેન્ટ વગર સફળતા મળતી નથી. સોનમ કપુર બોલિવુડમાં બીજી ઇનિગ્સ રમી રહી છે. લગ્ન કર્યા બાદ તે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેને સફળતા પણ મળી રહી છે. વીરે ધ વિડિંગ અને એક લડકી કો દેખા અને જો ફેક્ટરમાં તે કામ કરી ચુકી છે. તમામ ફિલ્મોમાં તેની એક્ટિંગ કુશળતાની પ્રશંસા થઇ રહી છે. ધ જોયા ફેક્ટર અને એક લડકી કો દેખા જેવી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ છે. હજુ સારી ફિલ્મ કરવા માટે આશાવાદી છે. તેનુ કહેવુ છે કે તે માત્ર એજ કહેવા માંગે છે કે જે લોકો બહારના છે અને જેમની પાસે ઓછા વિકલ્પ છે તે લોકોએ રિસ્ક લેવા જોઇએ. તે પોતે રિસ્ક લેવાનુ પસંદ કરે છે.

Previous articleહવે બાયોપિક ફિલ્મ સાઇનાને લઇને પરિણિતી આશાવાદી છે
Next articleહવે અનન્યા પાન્ડેએ જાન્હવી પાસેથી મોટી ફિલ્મ પડાવી છે