હવે અનન્યા પાન્ડેએ જાન્હવી પાસેથી મોટી ફિલ્મ પડાવી છે

520

બોલિવુડમા સ્ટાર કિડ્‌સ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. બોલિવુડ બાદ હવે ટોલિવુડમાં અનન્યા પાન્ડે વધી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે વિજય દેરવાકોન્ડાની ફિલ્મમાં નજરે પડનાર છે. વિજય દેવરાકોન્ડાની ફિલ્મ ફાઇટરમાં જોવા મળનાર છે. આની સાથે જ તે જાન્હવી કપુર પાસેથી નવી ફિલ્મ આંચકી ચુકી છે. તે કોઇ સ્પર્ધા સારા અને જાન્હવી સાથે હોવાનો ઇન્કાર કરે છે પરંતુ તેમની વચ્ચે સ્પર્ધા જોરદાર ચાલી રહી છે. હવે સારા અલી ખાન, જાન્હવી કપુર અને અનન્યા વચ્ચે મુખ્ય સ્પર્ધા દેખાઇ રહી છે. ત્રણેય સ્ટાર કિડ્‌સ પાસે અનેક ફિલ્મો રહેલી છે. મોટા ભાગના નિર્માતા નિર્દેશકો વચ્ચે સીધી સ્પર્ધા છે. જો કે આ ત્રણેય તેમની વચ્ચે સ્પર્ધા હોવાનો ઇન્કાર કરે છે. અભિનેત્રી જાન્હવી કપુર અને સારા અલી ખાન, તેમજ અનન્યા હાલમાં ભારે લોકપ્રિયતા જગાવી રહી છે. બંને અભિનેત્રીઓ ગયા વર્ષે બોલિવુડમાં પ્રવેશી હતી. બંને અભિનેત્રીઓ હાલમાં કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે. ગયા વર્ષે ફિલ્મ ધડક મારફતે શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. બીજી બાજુ સારા અલી ખાને પણ ગયા વર્ષે જ ફિલ્મ કેદારનાથ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. બંને અભિનેત્રી ટુંકા ગાળામાં જ પોતાની કુશળતાના કારણે જાણતી બની ગઇ હતી. તેમની ફેશન સેન્સને લઇને પણ ચર્ચા જારી રહી છે. એકબાજુ બંને સોશિયલ મિડિયા મારફતે પણ ચર્ચામાં રહી છે. બંને વચ્ચે ગળા કાપ સ્પર્ધા હોવાની વાત પણ સપાટી પર આવી હતી. જો કે હવે બંને સ્ટારે તેમની વચ્ચે કોઇ સ્પર્ધા હોવાના હેવાલને રદિયો આપ્યો છે. સારા હાલમાં તેની સિમ્બા ફિલ્મના કારણે ચર્ચામાં રહી હતી. તેનુ કહેવુ છે કે જાન્હવી કપુર સાથે તેની કોઇ પણ પ્રકારની સ્પર્ધા નથી. તેનુ કહેવુ છે કે જાન્હવી કપુર પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધરી
રહી છે. સારા અને જાન્હવી કપુર વચ્ચે કોણ શ્રેષ્ઠ છે તેને લઇને પ્રશ્ન થતા રહે છે. જો કે આવા પ્રશ્નનો ક્યારેય બંને દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી.સારા અલી ખાને કહ્યુ છે કે તેનુ માનવુ છે કે ફિમ ઇન્ડસ્ટ્રીઝ ખુબ મોટી છે.
અહીં તમામ માટે સ્પેશ છે. તમામ માટે કામની તક રહેલી છે. તમે જ્યાં છો ત્યાં જ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. નિર્માતા નિર્દેશકો ફિલ્મ માટે ત્રણેય પર ધ્યાન રાખે છે. બોલિવુડની સાથે સાથે અન્યયા પાસે હવે દક્ષિણ ભારતની ફિલ્મો પણ આવી રહી છે. તે અર્જુન રેડ્ડી ફેઇમ વિજય સાથે એક પિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ અનન્યા પાન્ડેની પ્રથમ તેલુગુ ફિલ્મ રહેનાર છે.

Previous articleસફળતા મેળળવા મહેનતની જરૂર રહે છે : સોનમનો મત
Next articleનગરી હિંમતનગર ખાતે યોજાયેલ “યોગ, પ્રાણાયામ અને મેડીટેશન” વર્કશોપ