પ્રિયલ ભટ્ટે સૌંદર્ય ક્ષેત્રે 25 દિવસમાં 3 સ્પર્ધામાં ટાઇટલ જીતી ભાવનગર નું નામ રોશન કર્યું

1211

ભાવનગર ની 21 વર્ષ ની યુવતી પ્રિયલ ભટ્ટે તાજેતરમાં માત્ર 25 દિવસમાં અલગ અલગ પ્રકરે સૌંદર્ય ની 3 સ્પર્ધાઓમાં ટાઈટલો જીતીને ભાવનગર નું ગૌરવ વધાર્યું છે આ યુવતીએ તાજેતરમાં મિસ ગુજરાત અને મિસ હન્ટ ના એવોર્ડ મેળવ્યા બાદ હવે આગામી દિવસો માં મિસ ઇન્ડિયા બનવા માટે ની તૈયારી માં પણ લાગી ગઈ છે.

ભાવનગર માં રહેતી અને હાલ અમદાવાદ માં અભ્યાસ કરતી પ્રિયલ ભટ્ટ એ તાજેતરમાં 3 ટાઈટલો પોતાના નામે કરી ને લોકો ને ચોંકાવી દીધા  છે પ્રિયલ ભટ્ટ આમતો નાનપણ થી જ  સૌંદર્ય નું સ્વરૂપ છે પરંતુ સમય જતા નસીબ એ સાથ આપતા હવે અનેક ટાઈટલો જીતી રહી છે પ્રિયલ ભાટે તાજેતરમાં યોજાએલ મિસ ભાવનગર નો ખિતાબ જીત્યો હતો  બાદ માં યોજાયેલ મિસ ગુજરાત ની સ્પર્ધમાં પણ ટાઇટલ જીત્યું હતું  આ ઉપરાંત તાજેતરમાં 4 રાજ્યોની સુંદરીઓ વચ્ચે યોજાયેલી મિસ હન્ટ સ્પર્ધામાં પણ 70 થી વધુ યુવતીઓ ની વચ્ચે પોતાનું સૌંદર્ય અને અવાજ તેમજ રેમ્પ વોક કરી ને આ ખિતાબ જીતી લીધો છે આમતો પ્રિયલ નાનપણ થી જ સૌંદર્ય ની સપર્ધાઓ તેમજ કથક અને રેમ્પ વોક માં પોતાના પગલાં પડી ચુકી છે પ્રિયલ સાસ્ત્રીય સંગીત માં પણ શોખ ધરાવે છે તેમને તાજેતર માં મળેલ આ તન ટાઇટલ બદલ ખુશી વ્યક્ત કરી હતી

ભાવનગર ની આ પ્રિયલ ભટે એ મિસ ગુજરાત ની સ્પર્ધા સમયે પણ ટાઇટલ મેળવી ને લોકો ને ચોંકાવી દીધા હતા પ્રિયલે  જણાવ્યું હતું કે હવે સોસીયલ મીડિયાના જમાના માં યુવતીઓએ આ પ્રકરની સ્પર્ધાઓ માં ભાગ લઇ ને પોતનું નામ રોશન કરવું જોઈએ પ્રિયલના મળેલા આ ટાઇટલ બદલ તેમના માતા પિતા એ પણ ખુશી વ્યક્ત કરી હતી પ્રિયલ ની માતા નું કહેવું છે કે અમરે 2 દીકરીઓ જ છે પણ દીકરાઓ કરતા વિશેષ છે આ બાજુ ફેમિલી કોર્ટ માં સુપ્રિટેન્ડટન તરીકે ફરજ બજાવતા પ્રિયલ ના પિતા નું કહેવું છે કે હવે લોકો મને પ્રિયલના પિતા છે તેમ કહી ને ઓળખી રહ્યં છે જે અમારે માટે ગૌરવ ની ઘટના છે. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બહમ સમાજ ભાવનગર જીલ્લા પ્રમુખ ગૌતમભાઈ તથા યુવા પ્રમુખ પ્રશાંતભાઈ જાની દ્વારા શુભેચ્છા પાઠવવામા આવી.

આમતો ભાવનાગરાએ કલા અને સઁસ્કાર ની નગરી તરીકે ની છાપ ધરાવે છે અને તેના કારણે હવે સન્ગીત કે અન્ય ક્ષેત્ર ની સાથે નવી પેઢી ની યુવતીઓ ફેશન અને સૌંદર્ય સ્પર્ધઓ માં પણ ભાવનગર નું ગૌરવ વધારી રહી છે જે આવકારદાયક છે તેમ કહી શક્ય.

Previous articleનિરમા પાટીયા પાસે કેમિકલ ભરેલું ટેન્કર માં આગ લાગી
Next articleરૂવાપરી રોડ બહુચર માતાના મંદરીની બાજુમા જાહેર જુગાર રમતા ત્રણ શકુનીઓ ઝડપાયા