૭૧માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મેયરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉજવણી કરાઈ

484

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ૭૧માં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ભાવનગર ખાતે આવેલી શાળામાં ભાવનગરનાં પ્રથમ નાગરિક મેયરનાં હસ્તે ભારત દેશનો શાન એવા તિરંગાને લહેરાવી શાનભેર સલામી આપવામાં આવી હતી.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ૭૧માં સ્વાતંત્ર્યતા પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાં આવેલ શાળા નં-૭૬માં ભાવનગરનાં પ્રથમ નાગરિક મેયર હસ્તે આન-બાન અને શાન સાથે તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો. અને સમગ્ર ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓ એ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, આ પ્રસંગે શાળા નાં બાળકો દ્વારા દેશભક્તિ પર આધારિત સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાયો હતો. શાળાના બાળકોએ સાંસ્કૃત્તિક કાર્યક્રમ અંતર્ગત દેશ ભક્તિનો માહોલ સર્જી દિધો હતો.

આ પ્રસંગે મહાનગર પાલિકા કમિશ્નર, એમ.એ. ગાંધી, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શિક્ષણ સમિતિનાં ચેરમેન નિલેશભાઇ રાવળ, ડેપ્યુટી મેયર, જીતેન્દ્રભાઇ સોલંકી, સહિત મહાનગર પાલિકાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous article૭૧માં પ્રજાસત્તાક પર્વની શિશુવિહારસંસ્થા ખાતે રાષ્ટ્ભકિતની થીમ સાથે ઉજવણી કરાઈ
Next articleજિલ્લા કક્ષાની 71માં પ્રજાસત્તાક પર્વની ઘોઘા ખાતે મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ઉજવણી કરાઈ