અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલભીપુર તાલુકા દ્વારા કર્તવ્યબોધદિન ની ઉજવણી કરાઈ

624

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલભીપુર તાલુકા દ્વારા આજરોજ તારીખ 27/1/2020 કર્તવ્યબોધદિન ની ઉજવણી જે.બી.ગુજરાતી પ્રા. શાળા વલભીપુર મુકામે યોજાઈ હતી.આ કાર્યક્રમની ઉજવણીની સાથે સાથે તાલુકાના પાંચ પ્રતિભાસંપન્ન શિક્ષકોનાં સન્માન કરવામાં આવ્યા.

આ શિક્ષકોમાં હિરેનકુમાર એચ.જાની (શાહપુર પ્રા. શાળા) અમરજીતસિંહ પરમાર (લાખણકા પ્રા. શાળા)તથા લીલાબેન ઠાકરડા (હરિૐ પ્રા. શાળા) નું સન્માન તેમના ઇનોવેશન 2020 બાબતે સન્માન કરવામાં આવ્યું.

ઉપરાંત પ્રાંત શિહોર શ્રેષ્ઠ બી.એલ.ઓ.તરીકે ઘનશ્યામભાઈ મકવાણા (નસીતપુર પ્રા. શાળા) તથા નવનીતભાઈ શુકલા નું જિલ્લા ક્લાકુંભ ભજનમાં પ્રથમ નંબર બદલ સન્માન કરવામાં આવ્યું. કર્તવ્યબોધદિન ઉજવણી પ્રસંગે જિલ્લામાંથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સહ કાર્યવાહક મહેશભાઈ વ્યાસ અધ્યક્ષ સ્થાને પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગોપાલભાઈ મકવાણા (ટી.પી.ઇ.ઓ.શ્રી વલભીપુર), હેમરાજસિંહ ચૌહાણ (કે.ની.શિક્ષણ- વલભીપુર), રાજેશભાઇ બોટાદરા (બી.આર.સી.- વલભીપુર), ભાવિનભાઈ ભટ્ટ (સંગઠન મંત્રી – સૌરાષ્ટ્રસંભાગ- રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત રાજ્ય), વિજયભાઈ આહિર (જિલ્લા અધ્યક્ષ- રા.શૈ.મહાસંઘ ભાવનગર), ભીખુભાઇ એલ.વેગડ (વલભીપુર તાલુકા પ્રા. શિક્ષક સંઘ) પ્રેરક હાજરી આપી શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. કર્તવ્યબોધદિન ઉજવણી પ્રસંગે બહોળી સંખ્યામાં શિક્ષકોએ હાજર રહી તેમની નિષ્ઠા અર્પી તેમની ફરજ અદા કરી.
આ કાર્યક્રમને સફળ બનાવવા રાજેન્દ્રસિંહ સોલંકી (જિલ્લા મંત્રીશ્રી), મનીષભાઈ જોગરણા(અધ્યક્ષ શ્રી વલભીપુર તાલુકા મહાસંઘ), હિરેનભાઈ ત્રિવેદી, મહાવીરસિંહ ઘેલડા, ઇન્દ્રજીતસિંહ મોરી,રમેશભાઈ બારડ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રદીપસિંહ મોરી, એ જહેમત ઉઠાવી હતી.

તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી ( વલ્લભીપુર )

Previous articleગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિન ના દિવસે પોતાની શાળા માં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન નો કાર્ય ક્રમ
Next articleઅલંગ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો