અલંગથી ચોરી કરેલ તાંબા,પિત્તળ સહિત 1લાખ ના મુદ્દામાલ સાથે એક એસમ ઝડપાયો

700

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પો.સ્ટે. વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સરતાનપર ગામે આવતા સંયુકત બાતમી હકિકત મળેલ કે, પરેશભાઇ વિનુભાઇ બારૈયા રહે.સરતાનપર વાળાએ અલંગથી ચોરી કરીને લાવેલ તાંબા, પીંતળ, વગેરેનો ભંગાર તેના રહેણાંક મકાને રાખેલ છે જે હકીકત આધારે તુર્તજ પંચો સાથે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્યા એક ઇસમ હાજર મળી આવેલ જેનુ નામઠામ પુછતા પરેશભાઇ વિનુભાઇ બારૈયા ઉ.વ.-૨૫ ધંધો મજુરી રહે-સરતાનપર તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ અને તેના રહેણાંક મકાનની ઝડતી તપાસ કરતા તેના મકાનેથી પિત્તળ, તાંબુ વિગેરેનો ભંગાર જોવામાં આવેલ. જે ભંગારના બીલ, આધાર પુરાવા માંગતા મજકુર ઇસમ પોતાની પાસે બીલ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા મજકુર પાસેથી મળી આવેલ ભંગાર જુદા જુદા પ્લોટ, બોટ માંથી ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા, જે ભંગાર જોતા, (૧) તાંબાના ભંગારના નાના મોટા ટુકડા જેનુ વજન જોતા આશરે ૧૪૩ કિ.ગ્રા. જે એક કિલોની આશરે કિ.રૂ.૩૦૦/- લેખે કુલ કિ.રૂ.૪૨,૯૦૦/- (૨) પિત્તળના ભંગારના નાના મોટા ટુકડા જેનુ વજન જોતા આશરે ૨૧૪ કિ.ગ્રા. જે એક કિલોની આશરે કિ.રૂ.૨૮૦/-લેખે કુલ કિ.રૂ.૫૯૯૨૦/-મળી આવતા જે તમામ પિત્તળ,તાંબુ મળી કુલ કિ.રૂ.૧,૦૨,૮૨૦/- નો મુદામાલ સાથે મળી આવતા મુદામાલ સી.આર.પી.સી.ક.૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી.ક.૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરી, મજકુર આરોપીને તળાજા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા તથા ભદ્રેશભાઇ પંડયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Previous articleઆર્મીની ફરજ પૂર્ણ કરી પોતાના વતન ફરતા વાજેતે ગાજેતે સામાયું કરાયું
Next articleભાવનગરના રાજપરા ટાણા ગામના નૌકાદળની ટ્રેઇનિંગ પરી કરી પરત ફરતા સન્માન સમારોહ યોજાયો