સ્થાનિક તંત્રને અંધારામાં રાખી આરઆરસેલના દરોડા ૫૦ લાખના મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપાઈ

577

લોકડાઉન દરમ્યાન બોટાદ જીલ્લાના રાણપુરની ભાદર નદીમાં દેવળીયા ગામથી લઈ ગઢીયા,દેરડી સુધી બેફામ રેતીચોરી ચાલી રહી છે.ત્યારે રાણપુર સ્થાનિક તંત્રને અંધારામાં રાખી આર.આર.સેલ.ભાવનગર અને અમરેલીના અધિકારીઓએ દરોડા પાડી રેતીચોરી પકડી પાડેલ છે.આ રેતી ચોરી માલસામાન તથા ડમ્પર,લોડર તથા ટ્રેક્ટર સાથે રૂપિયા અંદાજે ૪૫,૦૦૦૦૦(પિસ્તાલીસ લાખ)જેટલુ થવા જાય છે.


બનાવની મળતી વિગત મુજબ રાણપુર તાલુકાના દેરડી અને લીંબોડા પાસે બેફામ ખનીજચોરી રેતી ચોરી ચાલી રહી હોવાની બાતમી મળતા ભાવનગર રેન્જ આઈ.જી.ની સુચનાથી આર.આર.સેલ. પો.સ.ઈ.આર.એચ.બાર,અમરેલી પો.સ.ઈ.જે.વાય.પઠાણ,પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.વી.પટેલે અલગ-અલગ ટીમ બનાવી દેરડી-લીંબોડા ગામની નદીમાં દરોડા પાડી ગેરકાયદેસર પાસ પરમીટ વગર અમુક ઇસમો રેતી ચોરી કરતા ખનન કરી લોડર થી ડમ્પરો,ટ્રેક્ટરો ભરી ગેરકાયદેસર રીતે ચોરી કરતા આઠ ઇસમો ને કીંમત રૂપિયા ૪૫,૦૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

કુલ ૧૧ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.(૧)મુન્નાભાઈ સાજણભાઈ ડાંભલા ઉ.વ.૨૪ બોટાદ(૨)નાનજીભાઈ ભોપાભાઈ સાંકળીયા ઉ.વ.૨૮ લીંબોડા(૩)નીલેશ ઉર્ફે પૃથ્વી ગોરધનભાઈ ધરજીયા ઉ.વ.૨૮ લીંબોડા(૪)વનરાજભાઈ છનાભાઈ સાપરા ઉ.વ.૨૧ ગઢીયા તા.રાણપુર(૫)નિલેશભાઈ ભવાનભાઈ બાવળીયા ઉ.વ.૪૦ ઉમરાળા(૬)વિજયભાઈ માધાભાઈ ધરજીયા ઉ.વ.૨૪ લીંબોડા(૭)મેહુલભાઈ ખોડાભાઈ કુકડીયા ઉ.વ.૧૯ લીંબોડા(૮)લાલાભાઈ વિનુભાઈ ઉ.વ.૩૨ લીંબોડા તથા અન્ય ૩ ઇસમો પાસેથી રેતી ભરવાનુ લોડર-૧ કીંમત-૧૪.૦૦.૦૦૦,ડમ્પર-૨ કીંમત-૧૦.૦૦૦૦૦,ટ્રેક્ટર-૪ કીંમત- ૨૦.૦૦૦૦૦,મોટર સાઈકલ-૨ કીંમત-૬૦.૦૦૦,ચારણો-૧ કીંમત-૧૦.૦૦૦,૧૬ ટન રેતી કીંમત-૮૦૦૦ તથા મોબાઈલ નંગ-૬ કીંમત-૨૫.૫૦૦ એમ મળી કુલ ૪૫,૦૩,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.વધુ કાર્યવાહી ચાલુ છે.ખનીજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

Previous articleભવનગર રેલ્વે ડિવિઝનના ડીઆરએમ પ્રતીક ગોસ્વામીને સીઅમે વિજય રૂપાણીના હસ્તે સન્માનિત
Next articleભા’દેવાણીની શેરીના ક્યુટ ક્યુટ બોય શ્રીઅંશ નો આજે જન્મદિવસ છે