શહેર અને જિલ્લામાં ગુરૂનાનક દેવની પપ૧મી જન્મ જયંતિની સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી

279

સોમવારે ગુરૂનાનક સાહેબ દેવજીની પપ૧મી જન્મ જયંતિ નિમિતે ભાવનગર શહેર જિલ્લામાં આવેલા ગુરૂદ્વાર અને રોશનીથી શણગારવામાં આવેલા છે. જયારે પ્રભાત ફેરી, નગર કિર્તન, શોભાયાત્રા, દાંડીયારાસ સહિતના પ્રોગ્રામો મોકુફ રાખવામાં આવ્યા છે. હાલની કોરોના મહામારીને ધ્યાને લઈ ભાવનગર શહેર જિલ્લાનાં સિંધી શીખ સમાજ દ્વારા દરવર્ષની પરંપરા મુજબ ગુરૂનાનકજીની જન્મ જયંતિ ધામેધુમે ઉજવવામાં આવી હતી. ગુરૂનાનક જયંતિ નિમિતે ભાવનગર શહેરમાં વિશાળ શોભાયાત્રા, પ્રભાત ફેરી સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાતા હતા પરંતુ આ વર્ષે તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે.આજે ગુરૂનાનકની જન્મ જયંતિ નિમિતે વહેલી સવારે ૪ કલાકથી ૭ કલાક સુધી કથા કિર્તન, ૭ઃ૩૦ કલાકે ધ્વજા ચડાવવામાં આવેલ. ૮ કલાકે ગુરૂગ્રંથ સાહેબનો ભોગ સાહેબ ત્યાર બાદ અરદાસ અને ત્યાર બાદ હાથ પ્રસાદ પેકીંગમાં (પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આમ તો આ વર્ષે ગુરૂનાનક જન્મ જયંતિની સાદગીપુર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર શહેરના સિંધુનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં આવેલા ગુરૂદ્વાર રોશનીથી શણગારવામાં આવ્યા હતા.

Previous articleરાણપુર તાલુકાનું એકમાત્ર ડીજીટલ ગામ એટલે જાળીલા
Next articleપાલીતાણાનાં ઉપપ્રમુખના પુત્ર પર અજાણ્યા શખ્સો દ્વારા થયેલા હુમલામાં મોડીરાત્રે મોત