ચક્રવાતનાં કારણે રેલ સેવા પ્રભાવીત : ભાવનગરની અનેક ટ્રેનોને રદ કરાઇ

792

બે દિવસના ભારે વાવાઝોડા સંદર્ભે કરાયેલી તાકીદ અનુસંધાને ભાવનગર રેલ મંડળ દ્વારા કેટલીક રેલ ગાડીઓ રદ્દ કરવી પડી છે.  ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલ રેલ સેવા અસરગ્રસ્ત થઈ છે.

ભાવનગર રેલ મંડળના જણાવાયા મુજબ મીટર ગેજની તમામ ગાડી ૧૨ અને ૧૩ તારીખે રદ્દ કરાયેલ છે. વેરાવળ – અમરેલી, વેરાવળ – દેલવાડા, અમરેલી – વેરાવળ, દેલવાડા – જૂનાગઢ, જૂનાગઢ – દેલવાડા, અમરેલી – જૂનાગઢ, જૂનાગઢ – દેલવાડા, અમરેલી – વેરાવળ, વેરાવળ – અમરેલી અને દેલવાડા – વેરાવળ રદ્દ થયેલ છે.

આ સાથે સોમનાથ – ઓખા  તારીખ ૧૨ રદ્દ અને  ઓખા – સોમનાથ તારીખ ૧૨ રદ્દ કરાયેલ છે.

ભાવનગર – ઓખા તારીખ ૧૨ ફેરફાર કરી રાજકોટ સુધી જ જશે, રાજકોટથી ઓખા રદ્દ. ઓખા – ભાવનગર રાજકોટ સુધી જ જશે, રાજકોટથી ભાવનગર રદ્દ. હાવડા  પોરબંદર તારીખ ૧૧થી ફેરફાર થતા આ ગાડી અમદાવાદ સુધી જ આવતા અમદાવાદ ઓખા વચ્ચે રદ્દ કરાયેલ છે. પોરબંદર – હાવડા તારીખ ૧૩ અમદાવાદથી ચાલશે. જબલપુર – સોમનાથ તારીખ ૧૨ રાજકોટ સુધી જ ચાલશે, જે તારીખ ૧૪ ગાડી  તરીકે રાજકોટથી જબલપુર જશે. સોમનાથ – જબલપુર તારીખ ૧૩ આંશિક રૂપથી રદ્દ કરવામાં આવેલ છે. વેરાવળ – ઇન્દોર તારીખ ૧૩ વેરાવળ – રાજકોટ વચ્ચે આંશિક રૂપથી રદ્દ કરાયેલ છે. અમદાવાદ – વેરાવળ તારીખ ૧૨ પૂર્ણતઃ રદ્દ થયેલ છે. બાંદ્રા ટર્મિનસ – ભાવનગર તારીખ ૧૨ ફેરફાર થયેલ છે, જે સાબરમતી સુધી ચાલશે, સાબરમતી ભાવનગર રદ્દ થયેલ છે.તારીખ ૧૩ ભાવનગર – બાંદ્રા અમદાવાદથી ચાલશે, જે ભાવનગર – અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે. ગાંધીનગર – ભાવનગર ઇન્ટરસિટી તારીખ ૧૨ રદ્દ કરાયેલ છે. મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર  તારીખ ૧૨ ફેરફાર થતા સુરેન્દ્રનગર સુધી ચાલશે, જે પરત તારીખ ૧૩ ગાડી તરીકે જશે. તારીખ ૧૧ સિકન્દરાબાદ – પોરબન્દર ગાડી ફેરફાર કરતા રાજકોટ સુધી જ જશે, રાજકોટથી પોરબંદર રદ્દ કરવામાં આવેલ છે. આમ, ચક્રવાત ’વાયુ’ સંદર્ભે તકેદારી રૂપે ભાવનગર રેલ મંડળ અંતર્ગત કેટલીક ગાડીઓ પ્રભાવિત થવા પામી છે.

Previous articleવાવાઝોડાનાં પગલે રાણપુરમાં સો લોકોનું સ્થળાંતર
Next articleસગીરા પર ૭ માસ સુધી દુષ્કર્મ કરનાર શખ્સને ૧૦ વર્ષની સજા