ચીન ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા પૂર્ણ ન થવા સુધી ભારતીય સેના પૂર્વી લદ્દાખમાંથી પીછેહઠ નહીં કરે

673

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
સરહદ પર તણાવવાળા બીજા સ્થળોને લઈને ભારત અને ચીન વચ્ચે વાતચીત ફરી એકવાર અટકી ગઈ હોય તેવા સંકેત મળી રહ્યાં છે. આ દરમિયાન ભારતે હુંકાર ભરતા કહ્યું છે કે, જ્યાં સુધી તણાવગ્રસ્ત એવા તમામ સ્થળોએ ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા નહીં થાય ત્યાં સુધી ભારતીય સેના પૂર્વી લદ્દાખમાંથી પીછેહટ નહીં કરે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું છે કે, અમારી અપેક્ષા છે કે, ચીન એ સુનિશ્ચિત કરશે કે ટુંક સમયમાં જ બાકીના તમામ વિસ્તારોમાંથી ડિસએંગેજમેન્ટ પુર્ણ કરશે. અમે ઈચ્છીએ છીએ કે ડબલ્યુએમસીસી અને વરિષ્ઠ કમાંડરની બેઠકો એમ બંને મારફતે ચીન એ સુનિશ્ચિત કરે કે, બાકીના વિસ્તારોમાં પણ જેમ બને તેમ જલ્દીથી ડિસએંગેજમેંટની પ્રક્રિયા પૂરી થાય.
શ્રીવાસ્તવે કહ્યું હતું કે, આમ કરવાથી બંને પક્ષોના ‘પૂર્વી લદ્દાખમાંથી સેના પાછી ખેંચવાનો રસ્તો પણ ખુલશે અને તેનાથી જ શાંતિનો માર્ગ નિકળશે. તેમણે કહ્યું હતું કે, ભારતે પહેલા જ ભારપૂર્વક કહ્યું છે કે, દ્વિપક્ષીય સંબંધો ત્યારે જ આગળ વધશે જ્યારે સરહદે શાંતિ સ્થાપિત થશે.
પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારે ડિસએંગેજમેંટના પહેલા રાઉંડ બાદ એક બફર ઝોન બની ગયો હતો જ્યાં પેટ્રોલિંગ થતવાનું હતું.
ત્યાર બાદ ગોગરા-હોટ સ્પ્રિંગ્સમાં ડિસએંગેજમેંટને લઈને ચાલી રહેલી વાતચીતના તેના પરિણામ પર પહોંચતી નથી દેખાઈ રહી. મિલિટ્રી કમાંડર્સની અંતિમ બેઠક વિવાદને લઈને જ પુરી થઈ હતી. ભારત ઈચ્છે છે કે, ડેપ્સાંગ પ્લેન્સમાં તેને પેટ્રોલિંગ કરવાનો જુનો અધિકાર મળે જ્યાં ચીની હજી પણ તેને એ પેટ્રોલિંગ પોઈન્ટ્‌સ ૧૦ થી ૧૩ સુધી નથી જવા દેતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના સમકક્ષ વાંગ યી સાથે વાતચીતમાં ભારપૂર્વક કહ્યું હતું કે, પેંગોગ લેકમાં ડિસએંગેજમેંટ પુર્ણ થયા બાદ બંને પક્ષો ટુંક સમયમાં જ પૂર્વી લદ્દાખમાં એલએસી સાથે સંકળાયેલા મુદ્દાઓ ઉકેલવા તરફ આગલ વધવુ જોઈએ. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, વર્તમાન સ્થિતિ લાંબા સમય સુધી રહે તે કોઈના પણ હિતમાં નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ભારત અને ચીન વચ્ચે પેંગોગ લેક પર સૈન્ય પાછુ ખેંચવાને લઈને સમહતિ સધાઈ હતી. પરંતુ ચીને આ શિવાયના કોઈ પણ વિસ્તારમાંથી સૈન્ય પાછુ ખેંચવાની તૈયારી ના દાખવતા સ્થિતિ પહેલાની માફક બની રહી છે.

Previous article૫ રાજ્યોમાં રસીના સર્ટિફિકેટ પરથી વડાપ્રધાન મોદીના ફોટા હટાવવા આદેશ
Next articleપ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ભાવેણામાં ભવ્યા સ્વાગત