દિલ્હી સચિવાલયમાં કેજરીવાલ પર મરચા પાઉડર વડે હુમલો

776

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એકવાર ફરી વિરોધનો સામનો કરવો પડ્યો છે. રાજધાની દિલ્હીમાં સચિલાલયમાં કેજરીવાલની આંખમાં કોઇ અજાણ્યા માણસે મરચાનો પાવડર ફેંક્યો છે. જોકે સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. સચિવાલયમાં મુખ્યમંત્રી ચેમ્બરની થોડી જ બહાર કોઇ અજાણ્યા માણસે આવીને મરચાંનો પાવડર નાંખી દીધો હતો. કેજરીવાલ તે વખતે લંચ લેવા જઇ રહ્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલની આંખોમાં મરચાનો પાવડર ગયો છે જેના કારણે ઘણી બળતરા થઇ રહી છે.  થોડી જ વારમાં આ અંગે કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધિત કરશે.દિલ્હી સીએમ પર જે વ્યક્તિએ મરચા પાવડર નાંખ્યો તેનું નામ અનિલ શર્મા છે. અનિલ નારાયણા દિલ્હીનો જ રહેવાસી છે. હાલ તેમને આઈપી સ્ટેટ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી પર હુમલો થવાની ભારતીય જનતા પાર્ટીએ નિંદા કરી છે. બીજેપી નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે લોકતંત્રમાં હિંસાની કોઇ જ જગ્યા નથી. જેને પણ આવુ કર્યું છે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેજરીવાલ પર હુમલાના તાર ભાજપ સાથે જોડાયેલાં છે. મોદી સરકાર ગુનેગારોને સંરક્ષણ આપી રહી છે. વાત સ્પષ્ટ છે કે ભાજપ આપને સાંખી નથી શકતું અને તેથી જ અમને દબાવવા- ડરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

Previous articleશીખ વિરોધી રમખાણો કેસમાં ૩૪ વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો
Next articleસબરીમાલાના ભક્તોની સાથે ગુલામ કેદીઓની જેમ વ્યવહાર કરવામાં આવે છે : અમિત શાહ