મહાશિવરાત્રી પર્વે નિમિતે શહેરની શિવાલયોમાં ભાવિકોની ભીડ

422

ભાવનગર શહેર જિલ્લાનાં શિવાલયોમાં હર-હર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા આજે મહાશિવરાત્રી પર્વ એટલે દેવાધિદેવ મહાદેવને ભજવાનો દિવસ ભગવાન મહાદેવની આરાધાનાનો દિવસ એટલે મહાશિવરાત્રી ભાવેણાનાં શિવમંદિરોમાં હર હર મહાદેવનાં નારા ગુંજી ઉઠ્યા હતા ભાવનગર શહેરમાં આવેલા સુવિખ્યાત મહાદેવજીનાં મંદિર તખ્તેશ્વર મહાદેવજી મંદિર, બારસો મહાદેવનું મંદિર, ભીડભંજન મહાદેવજીનું મંદિર સહિતનાં મંદિરોમાં ભક્તોની લાંબી-લાંબી કતારો લાગી હતી અને મહાદેવજીની આરાધના માટે બીલીપત્ર પૂજા, રૂદ્રાભિષેક, જલાભિષેક, દુધનો અભિષેક કરવામાં આવ્યો હતો તદુપરાંત મહાદેવજીને અતિ પસંદ ભાંગ પ્રસાદી રૂપ વિતરણ કરવામાં આવ્યુ હતું. ભાવેણાનાં શિવમંદિરોમાં વહેલી સવારથી જ ભોલેનાથ ના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા શિવભક્તો સવારથી ભગવાન શંકરની આરાધનામાં મગ્ન બન્યા હતા. તદુપરાંત ભાવનગરનાં શિવમંદિરોમાં સવારથી જ રૂદ્રાભિષેકનાં પાઠ, શિવમહિમ્નનાં સ્તોત્ર ગુંજવા લાગ્યા હતા શિવભકતો કપાળમાં ત્રિપુંડ ધોતી ધારણ કરી શિવઆરાધના કરતાં દ્રશ્યમાન થયા હતા શિવભક્તો ભગવાન શંકરની આરાધનાં કરવામાં મગ્ન બન્યા હતા અને ભાંગનો પ્રસાદ લીઘો હતો આમ ભાવેણું શિવમય બન્યુ હતું તેમજ ભાવનગરમાં ભરતનગર-યોગેશ્વરનગર ખાતે આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિરેથી પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શીવરાત્રી નીમીતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ વખતની આ બારમી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાંજે ૪-૦૦ કલાકે પ્રસ્થાન થશે. જે યોગેશ્વરનગરથી કૈલાસનગર,હરીઓમનગર, ઓમકારેશ્વરમંદિર, પ્રગતિનગર, મારૂતીનગર, ગોકુળનગર, વૃંદાવન સોસાયટી, પુષ્પક સોસાયટી, સીતારામચોક, ૧૨ નંબરનું બસસ્ટેન્ડ ભવાની માતાજીના મંદિરે, ભરતનગર ચોકડી, અંબે માતા મંદિર, ૩ નંબરના બસ સ્ટેન્ડ, વર્ધમાનનગર (જાગૃત હનુમાન મંદિરે),અભિષેક સોસાયટી (સિધ્ધી વીનાયક) બે માળીયા, છોટે ગોળીબાર હનુમાન મંદિરે થઈને ફરિ પાછી યોગેશ્વરનગર (બાપાની મઢુલી) મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે વિરામ લીધો હતો મહાપ્રસાદ તથા શોભાયાત્રામાં સાધુ-સંતો અને ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભાવનગરનો પૌરાણિક ગણાતું તખ્તેશ્વર મહાદેવ મંદિર રાજાશાહી વખતનું અડીખમ ઉભેલું મંદિર છે. આ શિવાલય ખાતે ભગવાનની પુજા-અર્ચના આરતી મહાપ્રસાદ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથ પાતાળલોક માંથી ભૂલોકમાં અવતરણ થાય છે. જે દિવસ હિન્દુ ધર્મ માટે આસ્થાનો અને પવિત્ર દિવસ ગણવામાં આવે છે. મહાશિવરાત્રી એટલે કે ભગવાન શિવની પૂજા-અર્ચનાનો પવિત્ર દિવસ છે.
દેવાધીદેવ મહાદેવનાં પવિત્ર મહા શિવરાત્રીનાં તહેવાર નિમિત્તે આજે ભાવિકો શિવમય બન્યા હતા. શહેર અને જિલ્લાનાં શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શહેરનાં તખ્તેશ્વર નારેશ્વર ભીડભંજન, જશોનાથ, કૃષ્ણેશ્વર, મહાકાલેશ્વર, ભગવાનેશ્વર કામનાથ મહાદેવ સહિત મંદિરોમાં ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં શિવલીંગ પર દુધ, જળ, તલ, ચોખા, બિલીપત્ર સહિતનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. અને ભગવાન શિવજીનો ભાંગનો પ્રસાદ પણ લીધો હતો. શિવરાત્રી નિમિત્તે વિવિધ શિવમંદિરોને આકર્ષક રીતે શણગાર કરવામાં આવ્યો હતો. અને શિવાલયો દિવસભર હર હર મહાદેવનાં નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. ભાવનગર શહેરમાં પણ ભક્તો દ્વારા મહાશિવરાત્રિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાવિક ભક્તો દ્વારા શિવાલયોમાં ભગવાન ભોળાનાથના શિવલિંગને તાંબાના લોટાથી દૂધ પાણી તેમજ ફૂલહાર અને બીલીપત્ર સહિતની પવિત્ર વસ્તુઓ ચડાવીને ભગવાનના દર્શનનો લ્હાવો લે છે. ભાવનગરના તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તોની ભીડ જામી હતી.

Previous articleપાલિતાણા શહેરમાં બે બાઇક અથડાતા એક યુવાનનું મોત
Next articleરાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરતા ભોળાવદર પ્રા.શા.ના ધ્રુવ દેસાઈ