પાલિતાણા શહેરમાં બે બાઇક અથડાતા એક યુવાનનું મોત

754

પાલિતાણા, તા. ૧૧
પાલિતાણા શહેરમાં ગત રાત્રિનાં સમયે બે બાઇક સામસામાં અથડાતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પાલિતાણા શહેરની એમ.એમ.કન્યા વિધાલય ગારિયાધાર-પાલિતાણા પુલ પાસે ગત રાત્રિનાં સમયે બે બાઇકનો સામસામી અકસ્માત થતા ચિરાગ બળવંતભાઇ બારૈયા ઉ.વ.૨૧ નામના યુવાનને પટકાતા ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજા થતા પ્રથમ પાલિતાણા ખાનગી હોસ્પિટલમાં બાદ વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.