રોલિંગ મિલમાં માલિકના આઈ.ડીનો દુરુપયોગ કર્યાની પોલિસ ફરિયાદ નોધાઇ

311

ભાવનગર તા ૧૧
સિહોર રી – રોલિંગ મિલ એસો.ના પ્રમુખ અને રી રોલિંગ મિલા ધંધાર્થી હરેશભાઇ ધાનાણીના પાનકાર્ડનો ઉપયોગ કરી જીએસટી નંબર મેળવી રૂ .૧૨.૨૬ કરોડની તેમના તેમજ સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ગાંધીધામ એ – ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે . ભાવનગરના વિજયરાજનગર શેરી નંબર ૨ માં રહેતા અને શિહોર ખાતે સચદેવા સ્ટીલ પ્રોડક્ટ રોલીંગ મિલ ચલાવી વેપાર કરતા ૬૧ વર્ષીય હરેશભાઇ કુંવરજીભાઇ ધરમશીભાઇ ધનાણીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ , વર્ષ – ૨૦૧૯-૨૦ ના ફાયનાન્સીયલ વર્ષનું ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૧૫/૨/૨૦૨૧ હોઇ તેમનું એકાઉન્ટ સંભાળતા સીએ રૂષિતભાઇ ઘેલાણીએ ઇન્કમ ટેક્સ રીટર્નનું ફોર્મ ભરવા માટે તા .૧૦ / ૨ / ૨૦૨૧ ના તજવીજ હાથ ધરી હતી . જેમાં હરેશભાઇના પાનકાર્ડ નંબર ઉપર કોઇ અલાયદી મેટલના નામથી કોઇ વ્યક્તિએ અલગ અલગ એવા કુલ રૂ .૧૨,૨૬,૧૯,૪૧૦.૯૦ નો નાણાકિય વ્યવહાર કર્યો છે . આ વાત ધ્યાને આવતાં તપાસ કરી તો મોબાઇલ નંબર ૯૦૮૧૫૪૩૫૫૯ ના વપરાશ કર્તા જે ગાંધીધામના વોર્ડ -૧૨ / સી કચ્છ કલા રોડ પ્લોટ નંબર ૬૦૧ માં હોવાનું જાણવા મળ્યું હતું તેમજ નેચર ઓફ બિઝનેશ એક્ટિવીટી તરીકે સપ્લાયર ઓફ સર્વિસિસ , જથ્થાબંધ ધંધો , માલ અથવા સેવાઓ પ્રાપ્ત કર્તા વગેરે વિગતો દર્શાવેલ અને તે જીએસટી નંબર મેળવનાર ઇસમે તેમના પાનકાર્ડ નંબર મેળવી તેના ઉપરથી જીએસટી રજિસ્ટ્રેશન માટે ખોટા દસ્તાવેજ બનાવી તા .૨૪ / ૦૯ / ૨૦૧૯ થી ખોટું રજિસ્ટ્રેશન કરાવી જીએસટી નંબર મેળવી લીધો હતો . અને તા .૨૬ / ૧૧ / ૨૦૨૦ સુધી અલગ અલગ રૂ . ૧૨.૨૬ કરોડના નાણાકીય વ્યવહારો કરી તેમની અને સરકાર સાથે ઠગાઇ કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવો ગુનો આચર્યો હોવાની ફરિયાદ તેમણે એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે . પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે .

Previous articleખાણ ખનિજ વિભાગે રેતી ભરેલા ૬ ડમ્પર નિરમાના પાટિયા પાસેથી ઝડપી લીધા
Next articleપાલિતાણા શહેરમાં બે બાઇક અથડાતા એક યુવાનનું મોત